ભૂલથી પણ ખોટા કોન્ટેક્ટ પર નહી જાય ઇમેજ, WhatsApp જલદી લાવી રહ્યું છે નવું ફીચર
Trending Photos
નવી દિલ્હી: વોટ્સઅપ (WhatsApp) યૂજર્સની સુવિધા અને સુરક્ષાને ધ્યનમાં રાખતાં સતત પોતાના ફીચર્સમાં ફેરફાર કરે છે. એટલા માટે તેની લોકપ્રિયતા વધુ છે અને યૂજર્સને હંમેશા નવો અનુભવ થાય છે. જાણકરી અનુસાર WhatsApp હવે ફોટા અને વીડિયો શેરીંગ ફીચર્સમાં કેટલાક ફેરફાર કરવા જઇ રહ્યું છે. આ ફેરફાર બાદ ખોટા કોન્ટેક્ટ પર ફોટા વીડિયો શેરિંગથી બચી શકાશે. અત્યારે આ પ્રકારી ભૂલ થઇ જાય છે કે તમે બીજા કોઇને ફોટો અથવા વીડિયો મોકલવા માંગો છો, પરંતુ ભૂલથી તે કોઇ બીજાને સેંડ થઇ જાય છે.
હાલમાં જો તમે જોઇને ગેલેરીમાંથી ફોટો અથવા વીડિયો સેન્ડ કરવા માંગો છો તો ટેપ કરીને તેને સિલેક્ટ કરો છો. સિલેક્ટ કર્યા બાદ નીચે સેન્ડનું ઓપ્શન આવે છે, જેને સિલેક્ટ કરો છો. સિલેક્ટ કર્યા બાદ WhatsApp ના આઇકોન પર ક્લિક કરો છો તો 'Send to..'નું ઓપ્શન આવી જાય છે. તેની નીચે કોન્ટેક્ટ લિસ્ટ પણ ખુલી જાય છે. તમે જે કોન્ટેક્ટને ફોટો અથવા વીડિયો સેન્ડ કરવા માંગો છો, તેનું નામ સિલેક્ટ કરો છો અને સૌથી નીચે જમણી તરફ ફોરવર્ડ (Arrow Sign) પર ક્લિક કરો છો. હવે તમારી સ્ક્રીન પર સિલેક્ટ ઇમેજ થાય છે. સાથે જ સૌથી ઉપર જમણી તરફ રિસીવરનું નામ હોતું નથી.
આ અપડેટ કર્યા બાદ DP ઉપરાંત નીચે કેપ્શનની જગ્યા પર કોન્ટેક્ટ પર્સનનું નામ પણ દેખાશે. આ ફેરફાર બાદ તમારે છેલ્લે સુધી ખબર પડશે કે તમે સિલેક્ટ ઇમેજ અથવા વીડિયો સેન્ડ કરી રહ્યા છે. તેનાથી ખોટા લોકોને ફોરવર્ડ થતાં બચાવી શકાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ અપડેટને બીટા વર્જન માટે રોલ-આઉટ કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે