Sukanya Samriddhi Yojana: શું છે સુકન્યા સમૃદ્ધિ? દરરોજ કરો બસ 417 રૂપિયાનું રોકાણ, મળશે પુરા 67 લાખ

Sukanya Samriddhi Interest Rate: આ યોજનામાં તમે વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. તેને ફક્ત દિકરીઓ માટે બનાવવામાં આવી છે. તેમાં રોકાણથી તમે દિકરીના ફ્યૂચર માટે થનાર ખર્ચને પ્લાન કરી શકો છો.  

Sukanya Samriddhi Yojana: શું છે સુકન્યા સમૃદ્ધિ? દરરોજ કરો બસ 417 રૂપિયાનું રોકાણ, મળશે પુરા 67 લાખ

SSY Interest Rate Hiked: લોકસભા ચૂંટણી પહેલા સરકારે નાની બચત યોજના પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી છે. તેનો ફાયદો સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) માં પુત્રીના ભવિષ્યને ધ્યાનમાં રાખીશે રોકાણ કરનારાઓને થશે. સરકારે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) પરના વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ વ્યાજ દર વર્તમાન 8 ટકાથી વધીને 8.2 ટકા થયો છે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ-

સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે?
સુકન્યા સમૃદ્ધિ સકાર સમર્થિત યોજના હોવાથી 100% સુરક્ષિત છે. આ અંતર્ગત તમે વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ યોજના માત્ર દીકરીઓ માટે જ બનાવવામાં આવી છે. આમાં રોકાણ કરીને તમે તમારી પુત્રીના ભવિષ્ય માટે ખર્ચની યોજના બનાવી શકો છો. આ યોજના હેઠળ 15 વર્ષ માટે રોકાણ કરીને દીકરીના ભણતર અને લગ્ન વગેરે ખર્ચ માટે પૈસા ભેગા કરી શકાય છે. લાંબા સમય સુધી નિયમિતપણે રોકાણ કરીને, પાકતી મુદત પર મોટી રકમ એકત્ર કરી શકાય છે. તમે કોઈપણ પોસ્ટ ઓફિસ કે બેંકમાં જઈને સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકો છો.

કોણ કરી શકે  અરજી 
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ માતાપિતા શૂન્યથી 10 વર્ષની વયની છોકરીઓનું ખાતું ખોલાવી શકે છે. આમાં તમે 250 રૂપિયાના રોકાણ સાથે ખાતું ખોલાવી શકો છો. અગાઉ તેના પર વાર્ષિક 8 ટકા વ્યાજ મળતું હતું. પરંતુ હવે જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર માટે તેને વધારીને 8.2 ટકા કરવામાં આવ્યો છે. આમાં તમને કમ્પાઉન્ડિંગનો ફાયદો પણ મળે છે. છોકરીના નામે માત્ર એક જ ખાતું ખોલાવી શકાય છે. આ અંતર્ગત તમે માત્ર બે છોકરીઓનું ખાતું ખોલાવી શકો છો. પરંતુ જો તમારી પાસે એક સાથે બે છોકરીઓ (જોડિયા) છે, તો તમે ત્રણ છોકરીઓ માટે એકાઉન્ટ ખોલી શકો છો.

વ્યાજ અને મેચ્યોરિટી પીરિયડ
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણને 80C હેઠળ આવકવેરામાંથી મુક્તિ મળે છે. તેની પાકતી મુદત પર મળતું વળતર સંપૂર્ણપણે કરમુક્ત છે. જો તમે વાર્ષિક રૂ. 1.5 લાખ જમા કરો છો, તો તે મેચ્યોરિટી પર અંદાજે રૂ. 67 લાખ રૂપિયા થઇ જાય છે. આમાં કમ્પાઉન્ડિંગનો જબરદસ્ત ફાયદો છે. યોજનાની પાકતી મુદત 21 વર્ષ છે. પરંતુ તેમાં 15 વર્ષ માટે રોકાણ કરવું પડશે. તેનો અર્થ એ કે તમારું એકાઉન્ટ રોકાણ બંધ થયાના 6 વર્ષ પછી મેચ્યોર થાય છે. જો તમે નવજાત છોકરી માટે ખાતું ખોલાવશો તો તે 21 વર્ષની ઉંમરે મેચ્યોર થઈ જશે. તેવી જ રીતે, જો તમે તમારા બાળક માટે 4 વર્ષની ઉંમરે ખાતું ખોલો છો, તો ખાતાની મેચ્યોરિટી 25 વર્ષની ઉંમરે હશે. પુત્રી 18 વર્ષની થાય પછી તે પોતે એકાઉન્ટ સંભાળી શકે છે.

દરરોજ કરો 417 રૂપિયાનું રોકાણ
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તમે દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. જો તમે દર વર્ષે 1.5 લાખ રૂપિયા જમા કરાવવા માંગો છો, તો તમારે દર મહિને 12500 રૂપિયા જમા કરાવવા પડશે, જે લગભગ 417 રૂપિયા પ્રતિ દિવસ છે. જો તમે નવજાત બાળકી માટે ખાતું ખોલો છો, તો દર મહિને 12500 રૂપિયાનું રોકાણ કરીને, તમે 15 વર્ષમાં 22.50 લાખ રૂપિયાનું રોકાણ કરો છો. 21 વર્ષ પૂર્ણ થવા પર પુત્રીને મેચ્યોરિટીના સમયે કુલ 67,34,534 રૂપિયા મળશે. આ સમયગાળા દરમિયાન તમને લગભગ 44.85 લાખ રૂપિયાનું વ્યાજ મળશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે જરૂરી દસ્તાવેજ
1. માતા-પિતાનું ઓળખપત્ર
2. પુત્રીનું આધાર કાર્ડ
3. પુત્રીના નામથી ખોલાવેલ બેંક એકાઉન્ટની પાસબુક
5. પુત્રીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
6. મોબાઇલ નંબર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news