જાણવું જરૂરી છે: જાણો કેવી હોય છે રેલવેમાં વેઈટિંગ સિસ્ટમ, કઈ ટિકિટ સૌથી પહેલા થશે કન્ફર્મ?

Indian Railway Waiting Ticket: શું તમારી પાસે પણ વેઇટિંગ લિસ્ટ અથવા RAC ટિકિટ છે, તો તમારે રેલવેના આ નિયમ વિશે જાણવું જ જોઇએ. આ પછી તમારા માટે ટિકિટ બુક કરવી ખૂબ જ સરળ થઈ જશે.

જાણવું જરૂરી છે: જાણો કેવી હોય છે રેલવેમાં વેઈટિંગ સિસ્ટમ, કઈ ટિકિટ સૌથી પહેલા થશે કન્ફર્મ?

Waiting List in Train: ભારતમાં મુસાફરી કરવાનું સસ્તુ અને આરામદાયક માધ્યમ એટલે રેલવે. ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી માટે લોકો ટ્રેનને પસંદ કરે છે. લોકો ટ્રેન માટે જ્યારે રિઝર્વેશન કરાવે છે ત્યારે ક્યારેક તેમને વેઈટિંગમાં ટિકિટ મળે છે. આ વેઈટિંગ ટિકિટ બે પ્રકારના હોય છે. એક જનરલની વેઈટિંગ ટિકિટ અને બીજી તત્કાલની. જ્યારે લાંબી યાત્રા માટે ટિકિટ કરવો ત્યારે ઘણીવાર વેઈટિંગમાં ટિકિટ મળે છે.

જનરલ યાત્રાની વેઈટિંગ ટિકિટમાં GNWL લખેલું હોય છે. જેનો મતલબ એમ કે એ વેઈટિંગ ટિકિટ છે. જ્યારે તમે તત્કાલમાં બુક કરાવો અને એમાં વેઈટિંગ હોય તો તેમાં TQWL લખેલું જોવા મળે છે. 

જ્યારે વેઈટિંગ લિસ્ટમાં જગ્યા થાય ત્યારે સૌથી પહેલા પ્રાથમિકતા જનરલ વેઈટિંગ ટિકિટને આપવામાં આવે છે. એટલે કે જનરલ વેઈટિંગ ટિકિટ સૌથી પહેલા કન્ફર્મ થશે. તત્કાલમાં જો વેઈટિંગ આવે તો તમારી ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના ઓછી છે. જો તમારી ટિકિટ કન્ફર્મ ન થાય તો કેન્સલ થઈ જશે.

ટિકિટ કેન્સલ થયાનો અર્થ એ થયો કે તમે ઓનલાઈન તત્કાલનું વેઈટિંગ ટિકિટ લઈને ટ્રેનમાં સફર નથી કરી શકતા. એવામાં જ્યારે પણ તમે ઘરેથી સ્ટેશન માટે નિકળો તો ધ્યાન રાખો કે ટિકિટ કન્ફર્મ ન થાય તો ઘરે પાછું આવવું પડશે.

જો કોઈ કન્ફર્મ ટિકિટ ધરાવતું યાત્રી ટિકિટ કેન્સલ કરે તો વેઈટિંગ વાળાને ટિકિટ આપવામાં આવે છે. જો તત્કાલમાંથી કોઈ ટિકિટ બુક કરે છે અને જો તો પણ તે વેઈટિંગમાં જાય છે તો તેને TQWL કહે છે. આવી ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા ઓછી છે.  આ સાથે એક RLWL હોય છે. જેને રિમોટ લોકેશન વેઈટિંગ લિસ્ટ કહે છે.

નાના સ્ટેશનો માટે ખાસ સીટનો ક્વોટા હોય છે. દૂર-દૂરના સ્ટેશનથી ટ્રેન પકડનારને આ લિસ્ટમાં મુકવામાં આવે છે. તેની કન્ફર્મ થવાની શક્યતા વધારે હોય છે. PQWLનો અર્થ છે પુલ્ડ ક્વોટા વેઈટિંગ લિસ્ટ. જે જનરલ વેઈટિંગ લિસ્ટથી અલગ હોય છે. આ એ યાત્રીઓ માટે હોય છે, જે શરૂઆતના સ્ટેશનનીથી અંતિમ સ્ટેશન સુધી હોય છે. RAC એટલે રિઝર્વેશન અગેઈન્સ્ટ કેન્સલેશન. આમાં તમને બેસવાની જગ્યા મળે છે. જો કે, જનરલ વેઈટિંગ લિસ્ટમાં તેઓ હોય તો તેમને આખી સીટ મળી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news