"કોરોનાકાળમાં વર્ષ 2020નું અંતિમ ક્વાટર વિવિધ ઇન્ડસ્ટ્રીઝ માટે કેવું રહેશે? શું કહે છે ઇન્ડસ્ટ્રીઝ લીડર્સ....."

વિશ્વભરમાં ફેલાયેલા કોરોનાનો આતંક યથાવત છે. દિવસે ને દિવસે સતત નવા કેસો આવી રહ્યા છે. કોરોનાએ દેશની આર્થિક કમર ભાંગી નાખી છે. કોરોનાના સંક્રમણ વચ્ચે ભારત આર્થિક રીતે ઉભું થવા માટે તૈયાર છે.

"કોરોનાકાળમાં વર્ષ 2020નું અંતિમ ક્વાટર વિવિધ ઇન્ડસ્ટ્રીઝ માટે કેવું રહેશે? શું કહે છે ઇન્ડસ્ટ્રીઝ લીડર્સ....."

નવી દિલ્હી: વિશ્વભરમાં ફેલાયેલા કોરોનાનો આતંક યથાવત છે. દિવસે ને દિવસે સતત નવા કેસો આવી રહ્યા છે. કોરોનાએ દેશની આર્થિક કમર ભાંગી નાખી છે. કોરોનાના સંક્રમણ વચ્ચે ભારત આર્થિક રીતે ઉભું થવા માટે તૈયાર છે. ધીમે ધીમે દેશ અનલોક તરફ જઇ રહ્યો છે. કોરોનાના કારણે હજારો કરોડો રૂપિયા ધંધા પડી ભાગ્યા છે. કોરોના કારણે દેશભરમાં તમામ તહેવારો ફીકા પડી ગયા છે જેના લીધે વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ વર્ષે નવરાત્રિ અને દુર્ગાપૂજાના આયોજન પર પ્રતિબંધ હોવાથી તેના સાથે સંકળાયેલી નાના મોટા વેપારીને પણ ભારે નુકસાન થઇ રહ્યું છે. ત્યારે કોરોનાકાળમાં વર્ષ 2020નું અંતિમ ક્વાર્ટર વિવિધ ઇન્ડસ્ટ્રીઝ માટે કેવું રહેશે? તે અંગે કેટલાક ઇન્ડસ્ટ્રીઝ લીડર્સ સાથે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિતેશ પોમેલે જણાવ્યું હતું કે કોર્પોરેટ સેક્ટરની ઉદાસીનતાના લીધે બેંકોનો ક્રેડીટ ગ્રોથ નજીકના ભવિષ્યમાં વધવાની શક્યતા દેખાતી નથી. પરંતુ, રિટેલ સેક્ટરનો છેલ્લા ક્વાટરનો ક્રેડિટ ગ્રોથ બેંકો માટે એક  સિલ્વર લાઈનીંગ છે, તદુપરાંત, લોન રિસ્ટ્રક્ચરિંગ બાબતે કોર્પોરેટ જગતનું વલણ પણ બેંકોનું ભાવિ નક્કી કરશે. ચક્રવૃદ્ધિ વ્યાજ બાબતે સરકારે સુપ્રીમ કોર્ટમાં રજુ કરેલ પ્લાન પર સુપ્રીમ કોર્ટના નિર્ણય તથા ત્યારબાદ ભારત સરકાર દ્વારા બેંકોના રિકેપિટલાઇઝેશન બાબતે પોઝિટિવ પગલા જ બેન્કિંગ સેક્ટરને વહેલા રિવાઇવ થવામાં મદદરૂપ થશે."

વેલ્થસ્ટ્રીટના કો ફાઉન્ડર રાકેશ લાહોટીએ જણાવ્યું હતું કે ભારત એ બંધ કરી શકાય તેવું અર્થતંત્ર નથી. એકંદરે જાન્યુઆરીમાં જે સ્તર હતો તેના કરતા અત્યારે બધું નીચે ચાલી રહ્યું છે પરંતુ વાસ્તવિક અર્થતંત્ર ઊંચકાઈ રહ્યું છે. તેમાં મેન્યુફેક્ચરિંગ સહિતના ક્ષેત્રો સામેલ છે. વૈશ્વિક આઇટી ઉદ્યોગમાં ભારતનું યોગદાન વધી રહ્યું છે. વિસ્તૃત બજારમાં આઇટી સ્ટોક્સ આઉટપરફોર્મ કરે તેવી શક્યતા છે. હાલની બજારની સ્થિતિ જોતા બજાર ઓલ ટાઇમ હાઇ નોંધાવી શકે છે અને આગામી ક્વાર્ટર સુધી 10,000ના સ્તર સુધી દરેક ઘટાડો ખરીદીની તક હશે."

ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણીએ જણાવ્યું હતું કે "એફઆઈઆઈના ફ્લો પાછળ નિફ્ટી 12000નું સ્તર પાર કરે તેવી અપેક્ષા સાથે માર્કેટ માટે આઊટલૂક પોઝીટીવ છે. અનલોક-5માં આર્થિક રિકવરી સારી જોવા મળે તેવી પ્રબળ ધારણા છે. એકમાત્ર અવરોધ યુએસ પ્રમુખની 3 નવેમ્બરે યોજાનારી ચૂંટણી છે. જે રોકાણકારોને રિસ્ક ઓન મોડ પર જવા માટે ફરજ પાડી શકે છે. સ્થાનિકસ્તરે તહેવારો અગાઉ અર્થતંત્રમાં સારી રિકવરી પાછળ ત્રિમાસિક પરિણામો સારા રહેવાની અપેક્ષા છે. બજારમાં કોઈપણ ઘટાડો ક્વોલિટી ફ્રન્ટલાઈન સ્ટોક્સ ખરીદવા માટેની તક બની રહેશે."

નંદન ટેરીના મેનેજિંગ ડિરેક્ટર રોનક ચિરીપાલએ જણાવ્યું હતું કે " હાલ  અને આવનારા સમય માટે ટોવેલ બિઝનેસ અમને પ્રોમીસીંગ જણાય છે. કેમકે લોકો અત્યારે ખૂબ જ હાઈજીન કોન્સિયસ છે અને ટોવેલ્સમાં તેઓ વધુ પ્રોપર્ટીઝનો આગ્રહ રાખી રહ્યાં છે. જોકે આપણે કોટનના ભાવ અને  ઉપલબ્ધતા પર પણ ચાંપતી નજર રાખવી પડશે કેમકે મોટાભાગના એક્ષ્પોર્ટ બિઝનેસિસ મહામારીને કારણે ખાલી થઈ ચૂકેલા સ્ટોર્સ ભરવા ઓવરટાઈમ કામ કરી રહ્યાં છે."

સીટાના ચેરમેન કિરણ સુરતિયાના મતે "કોવિડ રોગચાળાએ વિશ્વભરમાં આઇટી ઉદ્યોગને ફટકો પહોંચાડ્યો હતો જેમાં રેવન્યુમાં 5થી 10 ટકા ઘટાડો થયો હતો. કોવિડ સંબંધિત ઘટનાઓના કારણે એકંદરે નેગેટિવ અસર જોવા મળશે. પરંતુ મધ્યમથી લાંબા ગાળે ઉદ્યોગમાં તક જોવા મળી શકે છે કારણ કે ક્લાયન્ટ્સ તેમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના પ્રવાસમાં આગળ વધી રહ્યા છે અને હાલની પરંપરાગત પ્રોસેસની જગ્યાએ ટેકનોલોજિકલ વિકલ્પો અપનાવી રહ્યા છે."

બિલાઈન બ્રોકિંગના ડિરેક્ટર પ્રદિપ સંધીર જણાવે છે કે "ચાલુ સમયગાળામાં કોમોડિટી માર્કેટમાં ઘણા સારા પરિવર્તન જોવા મળેલા છે, જેમ કે એમ.સી.એક્સ. એક્સચેન્જ તરફ થી બુલડેક્સ ઈન્ડેક્સ લોન્ચ કરવામાં આવેલો હતો જેનાથી બુલિયન ટ્રેડરો માટે સોના-ચાંદી સિવાય પણ એક અલગ ટ્રેડિંગ પોઇન્ટ મળી રહ્યો. તેમ છતાં એક ઓવરવ્યૂ પ્રમાણે માર્કેટના ટ્રેડરો માટે નજીકના સમયમાં આવતા યુ.એસ. ઈકોનોમીના પ્રેસિડેન્સીઅલ ઇલેકશન અને વૈશ્વિક સ્તર પર કોવીડ-૧૯ ના વધતા કેસો ચિંતા જનક બાબત રહેશે. તો આવી અનિશ્ચિતતાઓ સામે અને લોકલ લેવલ પર આવનારા ફેસ્ટિવલ સીઝન નજીક છે તો સોના અને ચાંદી ના હાજર બજારમાં ખરીદી જોવા મળી શકે છે, સોનુ 50,000 થી 52,000ની રેન્જમાં રહી શકે ઓવરઓલ પોઝિટિવ વલણ સાથે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news