Vehicle Scrappage Policy શું છે? સ્ક્રેપથી શું થશે ફાયદો? કયા વાહનો માટે છે ખાસ આ પોલિસી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં રોકાણકાર સમિટનું (Investor Summit) સંબોધન કર્યું છે. વ્હીકલ સ્ક્રેપ પોલિસીનું પીએમ મોદીના (PM Modi) હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું
Trending Photos
હિતલ પારેખ/ ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં રોકાણકાર સમિટનું (Investor Summit) સંબોધન કર્યું છે. વ્હીકલ સ્ક્રેપ પોલિસીનું પીએમ મોદીના (PM Modi) હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. સ્વૈચ્છિક વાહન-ફ્લીટ આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ પોલિસી (Vehicle Scrappage Policy) હેઠળ વાહન સ્ક્રેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Vehicle scraping infrastructure) સ્થાપવા માટે રોકાણને આમંત્રણ આપવા માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વ્હીકલ સ્ક્રેપ પોલિસી હેઠળ ભારતના 1 કરોડથી વધુ વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. સ્કેપ માટેનો આધાર વાહનોની ઉંમર નહિ પણ તેની ફિટનેસની સ્થિતિ હશે.
Scrappage Policy ને સમજો
Scrappage Policy અંતર્ગત 15 વર્ષથી વધારે Government અને Commercial વાહનોને સ્ક્રેક કરવાની યોજના છે. 20 વર્ષથી વધારે જુના Private વાહનોને પણ સ્ક્રેપ કરવામાં આવશે. જૂની ગાડીઓના Re-Registration થી પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરવાનો રહેશે અને Automated Fitness Centre પર જુની ગાડીઓની તાપાસ થશે. આંતરરાષ્ટ્રીય ધોરણોના અનુસાર ગાડીઓની Fitness તપાસ કરવામાં આવશે. Emission Test, બ્રેકિંગ સિસ્ટમ, Safety Components ની તપાસ કરવામાં આવશે અને Fitness Test માં ફેલ થતી ગાડીઓને સ્ક્રેપ કરી દેવામાં આવશે.
ખાનગી વાહનો માટે
- ખાનગી વાહનો પ્રથમ રજિસ્ટ્રેશનથી 15 વર્ષ સુધી માન્ય રહેશે
- 15 વર્ષ બાદ ખાનગી વાહનોને ફિટનેશ રજિસ્ટેશન લેવું ફરજીયાત
- 15 વર્ષ બાદ મેળવેલ ફિટનેશ સર્ટિફિકેટ પાંચ વર્ષ સુધી માન્ય રહેશે
- ખાનગી વાહનો માટે ઓટોમેટિક ફિટનેસ ટેસ્ટિંગ સેન્ટર પર ફિટનેસ ટેસ્ટ 1 લી જૂન 2024 થી ફરજીયાત કરવાની વિચારણા
- જો કોઈ વાહન ફિટનેસ ટેસ્ટિંગમાં નિષ્ફળ જાય તો તે રીટેસ્ટ કરાવીને એપેલેટ ઓથોરિટીમાં જશે
- એપેલેટ ઓથોરિટીમાં પાસ થયેલા વાહનો આવરદા પૂર્ણ ગણાશે અને તે સ્ક્રેપમાં જશે
કોમર્શિયલ વાહનો માટે
- કોમર્શિયલ વાહનોએ રજિસ્ટેશનના પ્રથમ વર્ષથી 8 વર્ષ સુધી દર 2 વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે
- 8 વર્ષ બાદ કોમર્શિયલ વાહનોએ 15 વર્ષ સુધી દર વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે
- 15 વર્ષ બાદ કોમર્શિયલ વાહન ફિટનેસ ટેસ્ટમાં પાસ થાય તો તેને 5 વર્ષ વધુ રજિસ્ટેશન રિન્યુઅલ આપવામાં આવશે
- 15 વર્ષથી જુના કોમર્શિયલ અને ખાનગી વાહનોના ફિટનેસ ટેસ્ટ માટેના દરોમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે
આ પણ વાંચો:- શું રિટાયરમેન્ટની ઉંમર વધારવા જઈ રહી છે સરકાર, જાણો PM ને સોંપવામાં આવેલા રિપોર્ટમાં એવું શું છે?
સ્ક્રેપનો શું ફાયદો
- જુના વાહનોની સ્ક્રેપ વેલ્યુ વાહનોના એક્સ શોરૂમની કિંમતના 4 થી 5 ટકા સુધી મળી શકશે
- મોટર વાહન ટેકસ પર નોન ટ્રાન્સપોર્ટ વાહનો પર 25 ટકા અને ટ્રાન્સપોર્ટ વાહનો પર 15 ટકા છુટ
- નવા વાહનોની ખરીદી પર રજિસ્ટેશન ફી માફી કરવામાં આવશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે