ઈરાન પાસેથી તેલ ખરીદવા ભારત સહિત 8 દેશોને છૂટઃ અમેરિકા

અમેરિકાએ ભારત સહિત આઠ દેશોને ઈરાન પાસેથી તેલ ખરીદવાને લઈને રાહત આપી છે. જે આઠ દેશોને આ પ્રતિબંધમાંથી રાહત આપવામાં આવી છે, તેમાં ચીન, ભારત, ગ્રીસ, ઇટાલી, તાઇવાન, જાપાન, તુર્કી અને દક્ષિણ કોરિયા સામેલ છે.

ઈરાન પાસેથી તેલ ખરીદવા ભારત સહિત 8 દેશોને છૂટઃ અમેરિકા

વોશિંગટનઃ અમેરિકાએ ભારત સહિત આઠ દેશોનો ઈરાન પાસેથી તેલ ખરીદવાને લઈને રાહત આપી છે. આ રાહત થોડા સમય માટે લાગૂ રહેશે. આ જાણકારી સોમવારે અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ આપી છે. મહત્વનું છે કે, અમેરિકાએ ઈરાનની બેન્કિંગ, એનર્જી અને શિપિંગ ઈન્ડસ્ટ્રિઝ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે આઠ દેશોને પ્રતિબંધમાંથી રાહત આપી છે, તેમાં ચીન, ભારત, ગ્રીસ, ઇટાલી, તાઇવાન, જાપાન, તુર્કી અને દક્ષિણ કોરિયા સામેલ છે. પોમ્પિયોએ કહ્યું, અમે વિશિષ્ઠ પરિસ્થિતિઓને કારણે કેટલાક અંસ સુધી અસ્થાયી વહેંચણી ચાલું રાખવાનો નિર્ણય લીધો છે. 

પોમ્પિયોએ કહ્યું કે, 20 દેશોએ પહેલાથી જ ઈરાન પાસે તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે. ઈરાનના તેલ ખરીદીમાં 10 લાખ બેરલ પ્રતિદિવસનો ઘટાડો થયો છે. આ પહેલા ટ્રમ્પ પ્રશાસને કહ્યું હતું કે, તેણે ચીન અને ભારત સહિત તુર્કી, ઇરાક, ઇટાલી, જાપાન અને દક્ષિણ કોરિયાને કહ્યું કે, તે જેટલું જલદી થઈ શકે ઈરાન પાસે તેલ ખરીદવાનું બંધ કરી દે. 

— ANI (@ANI) November 5, 2018

અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોને જ્યારે પૂછવામાં આવ્યું કે, ભારત અને ચીને અમેરિકાને તે વિશ્વાસ અપાવ્યો કે, તે 6 મહિનાની અંદર ઈરાન પાસેથી તેલની ખરીદી સંપૂર્ણ પણે બંધ કરી દેશો તો તેમણે આ સવાલનો જવાબ આપવાનું ટાળી દીધું હતું. ભારત અને ચીન ઈરાનના કાચા તેલના સૌથી મોટા ખરીદદાર છે. ઈરાનના તેલ અને નાણાકિય ક્ષેત્રોના અમેરિકાના દંડાત્મક પ્રતિબંધોથી આ દેશ અત્યાર સુધી બચેલા છે. એશિયાના બંન્ને મોટા દેશ તે 8 દેશોમાં સામેલ છે જેણે સોમવારથી લાગૂ થયેલા પ્રતિબંધોમાંથી આંશિક મુક્તિ મેળવી છે. 

પોમ્પિયોએ આ પહેલા કોઈપણ દેશનું નામ ન લેતા કહ્યું હતું, જુઓ અમે શું કરીએ છીએ. પહેલાના પ્રમાણે આ વખતે અમે વધુ માત્રામાં કાચુ તેલ બજારમાંથી હટાવી લીધું છે. તે પ્રયાસોનો જુઓ જે રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિથી હાસિલ થયા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news