US ફેડ દ્વારા વ્યાજ દરમાં વધારો કરાયો, વિકાસ દરમાં વધારો થતાં હજુ ત્રણ વર્ષ લાગશે

અમેરિકાની કેન્દ્રીય બેન્કે ડિસેમ્બરમાં હજુ પણ વ્યાજ દરમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે, હજુ 2020માં વધુ એક વધારો થવાની સંભાવના બેન્ક જોઈ રહી છે

US ફેડ દ્વારા વ્યાજ દરમાં વધારો કરાયો, વિકાસ દરમાં વધારો થતાં હજુ ત્રણ વર્ષ લાગશે

વોશિંગટનઃ અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્ક દ્વારા બુધવારે વ્યાજ દરમાં વધારો કરાયો છે અને સાથે જ નાણા નીતિ વધુ કડક કરવા તરફ ઈસારો કર્યો છે. આ સાથે જ બેન્કે જણાવ્યું છે કે, અમેરિકાના અર્થતંત્રના વિકાસ દરમાં વધારો થતાં હજુ વધુ ત્રણ વર્ષ લાગશે. 

બેન્કે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે હવે 'અનુકૂળ' નાણાનીતિનો સમય પૂરો થયો છે. ફેડના નીતિનિર્માતાઓએ ધિરાણ દરમાં એક ત્રિમાસિક ગાળા બાદ વધારો કર્યો છે. ફેડ દ્વારા વ્યાજ દર 2.00થી વધારીને 2.25 કરવામાં આવ્યો છે. 

અમેરિકાની કેન્દ્રીય બેન્કે ડિસેમ્બરમાં હજુ ફરી એક વખત વધારો થવાની સંબાવના વ્યક્ત કરી છે. આગામી ત્રણ વર્ષમાં હજુ એક વખત 2020માં વધારો થવાની સંભાવના છે. 

આ કારણે ધિરાણ દર ફેડના અંદાજિત 'ન્યુટ્રલ' દર કરતાં અડધો ટકો વધારે થઈ જશે, જે 3.4 ટકા થશે. આ દર અર્થતંત્રને પ્રોત્સાહિત પણ નહીં કરે કે ધીમું પણ નહીં પાડે. 

ફેડ દ્વારા અર્થતંત્રને અનુકૂળ બનાવવા માટે જે અનુમાન કરવામાં આવ્યું છે તેના અુસાર હજુ 2021 સુધી તેમની નાણાનીતિ કડક જ રહેશે. 

ફેડના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું કે, 'નાણાનીતિ અમારી અપેક્ષા મુજબ જ આગળ વધી રહી છે, જે એક સારો સંકેત છે.' 

ફેડનો અંદાજ છે કે અમેરિકાનું અર્થતંત્ર ચાલુ વર્ષે અપેક્ષા કરતાં 3.1 ટકાની ઝડપે આગળ વધી રહ્યું છે અને આગામી ત્રણ વર્ષ સુધી આ જ ચાલ રહેવાની સંભાવના છે. હાલ બેરોજગારીનો દર અને ફુગાવાનો દર 2 ટકાની આસપાસ રહેવાની સંભાવના છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news