IPO Next Week: 2700 કરોડ ભેગા કરવા પાંચ કંપની લોન્ચ કરશે આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ અને GMP
IPO Next Week- આગામી સપ્તાહે શેર બજારમાં આઈપીઓની ધમાલ જોવા મળશે. કુલ પાંચ કંપનીઓ પોતાના આઈપીઓ લોન્ચ કરવાની છે, જેમાં ચાર મેનબોર્ડ અને એક એસએમઈ આઈપીઓ સામેલ છે.
Trending Photos
નવી દિલ્હીઃ સોમવાર 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા સપ્તાહ દરમિયાન પાંચ કંપનીઓ પોતાના આઈપીઓ લોન્ચ કરશે. આ ઈશ્યૂમાંથી 4 મેનબોર્ડ આઈપીઓ છે, જ્યારે એક એસએમઈ કેટેગરીનો છે. આ પાંચ પ્રસ્તાવિત આઈપીઓ દ્વારા કંપનીઓ બજારમાંથી કુલ 2700 કરોડ રૂપિયા ભેગા કરવાની તૈયારીમાં છે. મેનબોર્ડ આઈપીઓના શેર જ્યાં બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે તો એસએમઈ આઈપીઓના શેર એમએસઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.
સપ્તાહની શરૂઆત એપીજે સુરેન્દ્ર પાર્ક હોટલ્સના આઈપીઓ (Park Hotels IPO)થી થશે. ભારતની આઠમી સૌથી મોટી હોટેલ ચેઇનનો રૂ. 920 કરોડનો IPO 5 ફેબ્રુઆરીએ ખુલશે અને રોકાણકારો 7 ફેબ્રુઆરી સુધી શેર માટે બિડ કરી શકશે. IPOની પ્રાઇસ બેન્ડ 147-155 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. , એક લોટમાં 96 શેર છે. IPOમાં રૂ. 600 કરોડનો નવો ઇક્વિટી ઇશ્યૂ અને રૂ. 320 કરોડની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. APJ સુરેન્દ્ર પાર્ક હોટેલ્સ IPOના અનલિસ્ટેડ શેર્સ ગ્રે માર્કેટમાં રૂ. 70ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.
જના સ્મોલ ફાઈનાન્સ બેન્ક આઈપીઓ
જના સ્મોલ ફાઈનાન્સ બેન્ક (Jana Small Finance Bank)નો આઈપીઓ 7 ફેબ્રુઆરીએ ખુલશે અને 9 ફેબ્રુઆરી સુધી ઓપન રહેશે. કંપની ઇશ્યૂ દ્વારા રૂ. 570 કરોડ એકત્ર કરશે. IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 393 થી રૂ. 414 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ IPOમાં, 1.12 કરોડ નવા શેર જારી કરવામાં આવશે, જ્યારે ઓફર ફોર સેલ દ્વારા, વર્તમાન શેરધારકો અને પ્રમોટરો પણ રૂ. 108 કરોડના શેરનું વેચાણ કરશે. જના સ્મોલ ફાઇનાન્સ બેંકના IPO શેર્સ ગ્રે માર્કેટમાં રૂ. 90ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.
રાશિ પેરિફેરલ્સ આઈપીઓ
7 ફેબ્રુઆરીએ રાશિ પેરિફેરલ્સ આઈપીઓ ઓપન થશે. ઈન્વેસ્ટર તેમાં 9 ફેબ્રુઆરી સુધી બોલી લગાવી શકે છે. 600 કરોડના આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 295-311 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આઈપીઓનું લિસ્ટિંગ 14 ફેબ્રુઆરીએ થઈ શકે છે. ગ્રે માર્કેટમાં રાશિ પેરિફેરલ્સના શેર 85 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યાં છે.
કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્ક
7 ફેબ્રુઆરીએ કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્ક (Capital Small Finance Bank)નો આઈપીઓ ખુલશે. તેને 9 ફેબ્રુઆરી સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. 523 કરોડ રૂપિયાના આ આઈપીઓમાં 450 કરોડના શેર ઈક્વિટી શેર જારી થશે, જ્યારે 1,561,329 શેર ઓએફએસ દ્વારા વેચવામાં આવશે. આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 445 રૂપિયાથી 468 રૂપિયા પ્રતિ શેર છે.
એપેક્સ સોલર આઈપીઓ
એપેક્સ સોલરનો આઈપીઓ 8 ફેબ્રુઆરીએ એસએમઈ સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. 64.8 લાખ શેરના આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 115 કરોડ રૂપિયા પ્રતિ શેર છે. લગભગ 50% ઇશ્યુ QIB માટે, 35% રિટેલ રોકાણકારો માટે અને બાકીના 15% NII રોકાણકારો માટે આરક્ષિત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે