Upcoming IPO: ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે આ આઈપીઓ, ક્રિસમસ બાદ થશે ઓપન, જાણો વિગત

Upcoming IPO: અકાંક્ષા પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કેસી એનર્જી કંપનીના આઈપીઓ લોન્ચ થવાના છે. આ બંને કંપનીઓના આઈપીઓ ક્રિસમસ બાદ ઓપન થશે. આ બંને કંપનીના આઈપીઓને ગ્રે માર્કેટમાં બમ્પર રિસ્પોન્સ મળી રહ્યો છે.
 

Upcoming IPO: ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે આ આઈપીઓ, ક્રિસમસ બાદ થશે ઓપન, જાણો વિગત

નવી દિલ્હીઃ આ વર્ષે અનેક કંપનીઓ આઈપીઓ લઈને આવી છે. તેમાંથી ઘણી કંપનીઓએ ઈન્વેસ્ટરોને બમ્પર કમાણી કરાવી છે. તો કેટલાક આઈપીઓમાં ઈન્વેસ્ટરોએ નુકસાન સહન કરવું પડ્યું છે. હવે વર્ષના છેલ્લા મહિના એટલે કે ડિસેમ્બરમાં પણ કેટલીક કંપનીો પોતાના આઈપીઓને લઈને આવી છે. ક્રિસમસ પર સોમવારે શેર બજાર બંધ છે. ત્યારબાદ અકાંક્ષા પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કેસી એનર્જી કંપનીના આઈપીઓ લોન્ચ થશે. તેને અત્યારથી ગ્રે માર્કેટમાં જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. તેવામાં આ કંપનીના સારા લિસ્ટિંગની સંભાવના બની છે. જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરો છો તો તમારા માટે પણ સારી તક છે.

આ દિવસે ખુલશે આઈપીઓ
અકાંક્ષા પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Akanksha Power & Infrastructure IPO)નો આઈપીઓ 27 ડિસસેમ્બરે ખુલશે. કંપનીએ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 52 રૂપિયાથી 55 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આ આઈપીઓ 29 ડિસેમ્બર સુધી ઓપન રહેશે. આઈપીઓની લોટ સાઇઝ 2000 શેરની બનાવવામાં આવી છે. તેવામાં ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 1,10,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. એક ઈન્વેસ્ટર એક લોટ પર દાવ લગાવી શકે છે. કંપની તરફથી શેરનું એલોટમેન્ટ 1 જાન્યુઆરી 2024ના કરવામાં આવશે. એન્કર ઈન્વેસ્ટર આ આઈપીઓમાં 26 ડિસેમ્બરે દાવ લગાવી શકશે. તો ગ્રે માર્કેટની વાત કરીએ તો આ આઈપીઓ 15 રૂપિયાના જીએમપી પર ટ્રેડ કરી રહ્યો છે. તેવામાં લિસ્ટિંગ પર ઈન્વેસ્ટરોને 27 ટકાનો નફો થઈ શકે છે. 

28 ના ખુલશે આ આઈપીઓ
Kay Cee Energy IPO 28 ડિસેમ્બરે ખુલવાનો છે. ઈન્વેસ્ટર આ ઈશ્યૂમાં 2 જાન્યુઆરી 2024 સુધી દાવ લગાવી શકશે. કંપની આ આઈપીઓ દ્વારા બજારમાંથી 15.93 કરોડ રૂપિયા ભેગા કરશે. આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 54 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. કેસી એનર્જીનો આઈપીઓ એનએસઈ પર લિસ્ટ થશે. આ આઈપીઓ ગ્રે માર્કેટમાં 25 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. અપર પ્રાઇઝ બેન્ડ પ્રમાણે ઈશ્યૂ 79 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. તેવામાં ઈન્વેસ્ટરોને 47 ટકાનો નફો થઈ શકે છે. શેરનું લિસ્ટિંગ 5 જાન્યુઆરીએ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news