Upcoming IPO: ધૂમ મચાવવા આવી રહ્યા છે આ કંપનીઓના IPO...રેકોર્ડતોડ કમાણીની તમને મળી શકે છે તક
દલાલ સ્ટ્રીટ 18 ડિસેમ્બરથી શરૂ થનારા નવા અઠવાડિયા માટે બિલકુલ તૈયાર છે. આ અઠવાડિયામાં 12 નવા આઈપીઓ આવવાના છે. આ આઈપીઓ દ્વારા કંપનીઓ રોકાણકારો પાસેથી 4600 કરોડ રૂપિયા ભેગા કરશે.
Trending Photos
શેર માર્કેટમાં IPO એ હાલના દિવસોમાં ધૂમ મચાવેલી છે. નાની મોટી કંપનીઓના IPO સ્ટોક માર્કેટમાં લિસ્ટ થઈ રહ્યા છે અને રોકાણકારોના સારું પ્રીમિયમ પણ મળી રહ્યું છે. આ જ કડીમાં આ સપ્તાહ પણ હવે તમને વ્યસ્ત જોવા મળશે. સોમવાર એટલે કે આજથી જ અનેક મોટા IPO સદસ્યતા માટે ખુલ્યા છે. આવામાં રોકાણકારો માટે સારી તક રહી શકે છે.
દલાલ સ્ટ્રીટ 18 ડિસેમ્બરથી શરૂ થનારા નવા અઠવાડિયા માટે બિલકુલ તૈયાર છે. આ અઠવાડિયામાં 12 નવા આઈપીઓ આવવાના છે. આ આઈપીઓ દ્વારા કંપનીઓ રોકાણકારો પાસેથી 4600 કરોડ રૂપિયા ભેગા કરશે. ગત સપ્તાહ દરમિયાન કંપનીઓએ 4000 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા.
કઈ કઈ કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે....
1. મુથુટ માઈક્રોફિન IPO 18 ડિસેમ્બરે એટલે કે આજે ઓપન થઈને 20 ડિસેમ્બરે બંધ થશે. 760 કરોડ રૂપિયાની સાઈઝનો આઈપીઓ છે અને તેનો પ્રાઈસ બેન્ડ 277 રૂપિયાથી લઈને 291 રૂપિયા પ્રતિ શેર છે.
2. સૂરજ એસ્ટેટ ડેવલપર્સ IPO 18 ડિસેમ્બરે ખુલીને 20મીએ બંધ થશે. 400 કરોડ રૂપિયાનો આ આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 340થી 360 રૂપિયા પ્રતિ શેર છે.
3. મોતીસન્સ જ્વેલર્સ લિમિટેડ આઈપીઓ પણ 18 ડિસેમ્બરે ઓપન થઈને 20મીએ બંધ થશે. 151.09 કરોડ રૂપિયાના આઈપીઓની પ્રાઈસ બેન્ડ 52થી લઈને 55 રૂપિયા પ્રતિ શેર છે.
4. Happy Forgings Limited IPO 19મીએ ખુલશે અને 21મીએ બંધ થશે. તેનો પ્લાન માર્કેટથી 400 કરોડ રૂપિયા ભેગા કરવાનો છે. આઈપીઓની પ્રાઈસ બેન્ડ 808થી 850 રૂપિયા પ્રતિ શેર છે.
5. ક્રેડો બ્રાન્ડ્સ માર્કેટિંગ લિમિટેડ IPO પણ 19 ડિસેમ્બરે સદસ્યતા માટે ખુલશે અને 21મી ડિસેમ્બરે બંધ થશે. તેની પ્રાઈસ બેન્ડ 266થી 280 રૂપિયા પ્રતિ શેર છે.
6. RBZ જ્વેલર્સ IPO સબસ્ક્રિપ્શન માટે 19થી 21 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. જેની પ્રાઈસ બેન્ડ 95થી લઈને 100 રૂપિયા પ્રતિ શેર નક્કી કરેલી છે.
7. આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડ આઈપીઓ 20 ડિસેમ્બરે સદસ્યતા માટે ખુલશે અને 22મીએ બંધ થશે. આઈપીઓની પ્રાઈસ બેન્ડ 499થી 524 રૂપિયા છે.
8. ઈનોવા કેપટેબ IPO સદસ્યતા માટે 21 ડિસેમ્બરે ખુલશે અને 26 ડિસેમ્બરે બંધ થશે. આઈપીઓની પ્રાઈસ બેન્ડ 426 થી 448 રૂપિયા પ્રતિ શેર છે.
9. સહારા મેરીટાઈમ લિમિટેડ આઈપીઓ 18 ડિસેમ્બરે સદસ્યતા માટે ખુલશે અને 20 ડિસેમ્બરે બંધ થશે. આઈપીઓની પ્રાઈસ બેન્ડ 81 રૂપિયા પ્રતિ શેર છે.
10. ઈલેક્ટ્રો ફોર્સ (ઈન્ડિયા) લિમિટેડ આઈપીઓ 19 ડિસેમ્બરે ઓપન થશે અને 21 ડિસેમ્બરે બંધ થશે. તેના એક શેરની કિંમત 93 રૂપિયા પ્રતિ શેર છે.
11. શાંતિ સ્પિનટેક્સ લિમિટેડ આઈપીઓ સદસ્યતા માટે 19 ડિસેમ્બરે ખુલશે અને 21 ડિસેમ્બરે બંધ થશે. પ્રાઈસ બેન્ડ 66 થી 70 રૂપિયા પ્રતિ શેર છે.
12. ટ્રાઈડેન્ટ ટેકલેબ્સલિમિટેડ આઈપીઓ સદસ્યતા માટે 21 ડિસેમ્બરે ખુલશે અને 26 ડિસેમ્બરે બંધ થશે. તેની પ્રાઈસ બેન્ડ 33 રૂપિયાથી લઈને 35 રૂપિયા પ્રતિ શેર છે.
આ કંપનીઓ થશે લિસ્ટિંગ
આગામી સપ્તાહ દરમિયાન 8 કંપનીઓનું લિસ્ટિંગ પણ છે. જેમાં DOMS ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયન શેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશન, પ્રેસ્ટોનિક એન્જિનિયરિંગ, એસ જે લોજિસ્ટિક્સ (ઈન્ડિયા), શ્રી OSFM ઈ-મોબિલિટી, સિયારામ રીસાઈકલિંગ ઈન્ડસ્ટ્રિઝ, બેન્ચમાર્ક કોમ્પ્યુટર સોલ્યુશન્સ, અને આઈનોક્સ ઈન્ડિયા લિમિટેડના આઈપીઓ સામેલ છે.
(Disclaimer: આઈપીઓ માર્કેટમાં રોકાણ કરતા પહેલા તમારા માર્કેટ એક્સપર્ટ્સની સલાહ ચોક્કસપણે લેવી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે