IPOs Next Week: ખાતામાં પૈસા રાખો તૈયાર! આગામી સપ્તાહે ખુલશે આ કંપનીના આઈપીઓ, જાણો વિગત

IPOs Next Week: શેર બજારમાં એક બાદ એક કંપનીઓના આઈપીઓ ખુલી રહ્યાં છે. હવે આગામી સપ્તાહે ઘણી કંપનીના આઈપીઓ ઓપન થઈ રહ્યાં છે. આ આઈપીઓમાં તમે રોકાણ કરી સારી કમાણી કરી શકો છો. આ આઈપીઓમાં આરકે સ્વામી લિમિટેડ, ઈ-સ્ટોક બ્રોકિંગ અને જેજી કેમિકલ્સ સામેલ છે. 

IPOs Next Week: ખાતામાં પૈસા રાખો તૈયાર! આગામી સપ્તાહે ખુલશે આ કંપનીના આઈપીઓ, જાણો વિગત

નવી દિલ્હીઃ જો તમે આઈપીઓમાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો તમને આવતા સપ્તાહે તક મળવાની છે. બજારમાં આગામી સપ્તાહે કેટલીક કંપનીના આઈપીઓ ખુલવાના છે. તમે આ આઈપીઓમાં રોકાણ કરી સારી કમાણી કરી શકો છો. આ આઈપીઓમાં આરકે સ્વામી, જેજી કેમિકલ્સ અને પુણે ઈ-સ્ટોક બ્રોકિંગ સામેલ છે. શેર બજારમાં એક બાદ એક આઈપીઓ આવી રહ્યાં છે. કેટલાક આઈપીઓએ ઈન્વેસ્ટરોને સારી કમાણી કરાવી છે. પરંતુ જો તમે કોઈ આઈપીઓમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર સાથે વાત જરૂર કરો.  આમ ન કરવા પર તમારે આર્થિક રૂપથી નુકસાન ઉઠાવવું પડી શકે છે. અહીં તમને આ સપ્તાહે ખુલનાર આઈપીઓની જાણકારી આપી રહ્યાં છીએ. આવો તમને જણાવીએ આગામી સપ્તાહે કયાં આઈપીઓ ઓપન થવાના છે. 

4 માર્ચે ખુલી રહ્યો છે આઈપીઓ
આગામી સપ્તાહે પ્રથમ કારોબારી દિવસ એટલે કે સોમવારે ઈન્ટીગ્રટેડ માર્કેટિંગ સર્વિસ પ્રોવાઇડર કંપની આરકે સ્વામી લિમિટેડ (RK Swamy IPO)નો આઈપીઓ ખુલવાનો છે. આ આઈપીઓ 4 માર્ચે ખુલી 6 માર્ચે બંધ થશે. એન્કર ઈન્વેસ્ટરો માટે આ ઈશ્યૂ 1 માર્ચે ઓપન થયો હતો. કંપની પોતાના આઈપીઓથી કુલ 424 કરોડ રૂપિયા ભેગા કરવાની તૈયારીમાં છે. કંપનીએ પોતાના આઈપીઓ માટે 270થી 288 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ રાખી છે. તેના એક લોટમાં 50 શેર હશે. રિટેલ ઈન્વેસ્ટર ઓછામાં ઓછા એક અને વધુમાં વધુ 13 લોટ માટે બોલી લગાવી શકે છે. કંપની પોતાના આઈપીઓમાં 173 કરોડ નવા શેર જારી કરશે. 

જેજી કેમિકલ્સ આઈપીઓ
જિંક ઓક્સાઇડ બનાવનારી કંપની જેજી કેમિકલ્સ (JG Chemicals IPO)નો આઈપીઓ 5 માર્ચે ખુલી રહ્યો છે. આ આઈપીઓ દ્વારા કંપની 251.19 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે. જેજી કેમિકલ્સે આઈપીઓમાં શેરની પ્રાઇઝ બેન્ડ 210 રૂપિયાથી લઈને 221 રૂપિયા પ્રતિ શેર વચ્ચે નક્કી કરી છે. આ આઈપીઓમાં કંપની 165 કરોડ રૂપિયાના ફ્રેશ શેર અને ઓફર ફોર સેલ દ્વારા 86.19 કરોડ રૂપિયાના શેર જારી કરી રહી છે. તો ઈન્વેસ્ટર્સ તેમાં 7 માર્ચ 2024 સુધી દાવ લગાવી શકે છે. એન્કર ઈન્વેસ્ટરો માટે આઈપીઓ 4 માર્ચે ઓપન થશે. કંપનીના શેરના એલોટમેન્ટની તારીખ 11 માર્ચ નક્કી કરવામાં આવી છે. કંપનીના શેરનું લિસ્ટિંગ 13 માર્ચ 2024ના થશે.

7 માર્ચે ખુલશે આઈપીઓ
પુણે ઈ-સ્ટોક બ્રોકિંગનો આઈપીઓ 7 માર્ચે ખુલવા જઈ રહ્યો છે. આ આઈપીઓ 12 માર્ચે બંધ થશે. આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 78થી 83 રૂપિયા નક્કી કરવામાં આવી છે. દરેક શેરની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે. પુણે ઈ-સ્ટોક બ્રોકિંગ આઈપીઓ લોટ સાઇઝમાં 1600 શેર છે. આ એસએમઈ આઈપીઓ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news