હવે માત્ર 100 રૂપિયામાં મેળવો 399 રૂપિયાનો પ્લાનની સુવિધાઓ

આ ઓફર માત્ર સાત રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાંચલ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને જમ્મૂ-કાશ્મીરના યૂઝર્સ માટે છે.

હવે માત્ર 100 રૂપિયામાં મેળવો 399 રૂપિયાનો પ્લાનની સુવિધાઓ

નવી દિલ્હી: રિલાયન્સ જિઓને ટક્કર આપવા માટે બીએસએનએલના કેટલાક પસંદગીના રાજ્યોમાં યૂઝર્સ માટે મેગા ઓફર જાહેર કરી છે. આ ઓફર માત્ર સાત રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાંચલ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને જમ્મૂ-કાશ્મીરના યૂઝર્સ માટે છે. નવા પ્લાન અનુસાર હાલમાં જ લોન્ચ કરવામાં આવેલા પ્રીપેડ STV 399ની સુવિધાઓ હવે માત્ર 100 રૂપિયામાં નવા યૂઝર્સને આપવામાં આવશે. આ ઓફર મોબાઇલ નંબર પોટેબિલિટીના દ્વારા BSNL પર શિફ્ટ થનારા યુઝર્સ માટે વેલિડ છે.

આ રાજ્યોમાં વસતા કસ્ટમર્સને આ ઓફરને લેવા માટે ઇન્ડિયન ઓઇલ/એચપીસીએલના ડોમેસ્ટિક LPG બિલ્સ પર BSNL કૂપનને પ્રિન્ટ કરવાની હશે. આ રાજ્યોમાં LPG ડીલર્સની પાસે આ કૂપન મળી રહશે. આ ઓફર તે લોકો માટે લીમિટેડ છે, જે તેમના LPG કનેક્શન આ બન્ને કંપનિઓથી લેતા હોય છે. જે લોકો BSNL કૂપનને આ LPG બિલ્સ પર પ્રિન્ટ કરાવશે તેમને ઓપરેટર પાસેથી ન્યૂ સિમ કાર્ડ મળશે અને ત્યારબાદ 399 રૂપિયાનું રિચાર્જ માત્ર 100 રૂપિયામાં મળશે. આ સિમ કાર્ડને કોઇપણ BSNL ટચ પોઇન્ટથી લઇ શકાય છે.

આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલિંગ, એસએમએસ અને ડેટાનો લાભ મળશે. આ ઓફરનો લાભ લેવા માટે ગ્રાહકને બીએસએનએલ સિમકાર્ડ ખરીદવું પડશે. જે મફતમાં મળશે. ત્યારબાદ ગ્રાહકને તે સિમ પર 100 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. પહેલા આજ પ્લાન બીએસએનએલ 399 રૂપિયામાં આપતું હતું. આ પ્લાનની વેલિડિટી 74 દિવસની છે અને તેમાં તમને દરરોજનું 1 જીબી ડેટા મળશે.

દિલ્હી અને મુંબઇમાં નેશનલ રોમિંગ પણ મફત છે. જોકે અહીંયા આ વાતનું ધ્યાન રાખવું પજશે કે આ મેગા ઓફ પોર્ટ કરાવી બીએસએનએલ સાથે જોડાવનાર ગ્રાહકો માટે જ છે. બીએસએનએલનો આ પ્લાન સૌથી પહેલા ઓગ્સટમાં રક્ષા બંધનના દિવસ લોન્ચ કરવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news