નવા મોટર વ્હીકલ એક્ટ બાદ આ રીતે ભરી શકશો ઓનલાઇન ટ્રાફિક ચલણ

અમે આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ઓનલાઇન પોતાનું  E-Challan Payment કરી શકો છો અને ચલણ સ્ટેટસને કેવી રીતે સ્ટેટસ ટ્રેક કરી શકાય.

નવા મોટર વ્હીકલ એક્ટ બાદ આ રીતે ભરી શકશો ઓનલાઇન ટ્રાફિક ચલણ

અમદાવાદ: નવા મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicles Act)ને લાગૂ થયા બાદ હવે વાહનના માલિકના ફક્ત દસ્તાવેજને રીન્યૂ કરાવી રહ્યા છે પરંતુ પીયૂસી સર્ટિફિકેશન પણ લઇ રહ્યા છે. લોકો હવે ટ્રાફિક પોલીસને ઓનલાઇન દસ્તાવેજ બતાવવા માટે સત્તાવાર રીત શોધવાની સાથે E-Challan Payment ને ઓનલાઇન ભરવાની રીત શોધી રહ્યા છે. અમે આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ઓનલાઇન પોતાનું  E-Challan Payment કરી શકો છો અને ચલણ સ્ટેટસને કેવી રીતે સ્ટેટસ ટ્રેક કરી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે અલગ-અલગ શહેરો અને રાજ્યોમાં ટ્રાફિક ઇ-ચલણ ઓનલાઇન ચૂકવણી માટે અલગ-અલગ વેબસાઇટ છે.

Vivo Nex 3 અને Vivo Nex 3 5G લોન્ચ, અનોખો છે વોટરફોલ ડિસ્પ્લે લેન્સ
 
Ministry of Road Transport and Highways website: ટ્રાફિક ઇ-ચલણની આ રીતે કરો ચૂકવણી

1) સૌથી પહેલાં વાત રોડ પરિવહન અને રાજ મંત્રાલયની ઇ-ચલણ વેબસાઇટ કરીએ. અત્રે નોંધનીય છે કે તેના ઉપયોગ દરમિયાન સાઇટ ગૂગલ ક્રોમમાં યોગ્ય રીતે કામ કરતી નથી. ક્રોમમાં સમસ્યા આવતી હોવાથી તમે તેને બીજા બ્રાઉજરમાં ઉપયોગ કરી શકો છો. 
2) ઇ-ચલણ વેબસાઇટ ખુલ્યા બાદ Check Challan Status પર જાવ.
3) ચલણ સ્ટેટ્સને ચેક કરવાના ત્રણ વિકલ્પ મળશે, એક ચલણ નંબર, બીજા વાહન નંબર અને ત્રીજો Driving License નંબર.
4) જો માન્ય ઇ-ચલણ મળશે તો તમારે નીચે દ્વારા ચલણ જોવા મળશે, સાથે જ ચૂકવણી માટે એક વિકલ્પ આપવામાં આવશે.
5) Pay Now પર ક્લિક કરતાં જ ચૂકવણી કરવા માટે રાજ્યની વેબસાઇટ ખુલી જશે.
6) ઇ-ચલણની ચૂકવણી માટે તમે પોતાના ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા પછી ઇન્ટરનેટ બેકિંગનો ઉપયોગ કરી શકો છો.

Paying ટ્રાફિક ઇ-ચલણ
1) ટ્રાફિક ચલણ ઓનલાઇન ચૂકવણી કરવાનો બીજો વિકલ્પ છે પેટીએમ. Paytm App અને વેબસાઇટ આંધ્ર પ્રદેશ, ચેન્નઇ, ફરીદાબાદ, મહારાષ્ટ્ર અને તેલગંગાણા ઇ-ચલણ સપોર્ટ કરે છે.
2) આ શહેરો અથવા રાજ્યો માટે ટ્રાફિક ઇ-ચલણની ચૂકવણી કરવા માટે પેટીએમ (અથવા તો એપ અથવા વેબસાઇટ) પર ઇ-ચલણ પેમેન્ટ પેજ ખોલો.
3) ત્યારબાદ પેટીએમ તમને સંબંધિત ઇ-ચલણ ઓથોરિટી સિલેક્ટ કરવાનો વિકલ્પ હશે, ઓથોરિટીને સિલેક્ટ કરો.
4) ત્યારબાદ તમને ઇ-ચલણ જોવા માટે ચલણ નંબર, વાહન નંબર અથવા પછી ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર નોંધવો જોઇએ.
5) જો ઇ-ચલણ મળે છે તો તમારી સામે સારી ડિટેલ આવી જશે, સાથે જ તમને ચૂકવણી માટે પણ વિકલ્પ મળશે.

જો તમારે ઇ-ચલણ ચૂકવણીનો વિકલ્પ જોવા મળતો નથી તો તમે તમારા રાજ્ય અને શહેરની ઇ-ચલણ પેમેન્ટર પર જાવ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news