આ છે ભારતના 10 ધનવાન ખેડૂત, કમાણી જાણીને તમે પણ વિચારમાં પડી જશો, એક ગુજરાતી પણ સામેલ

દેશમાં એવા ઘણા ખેડૂતો છે જે ખેતી કરીને વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. આજે અમે તમને દેશના 10 ખેડૂતો વિશે જણાવીશું જે વર્ષે લાખોથી લઈને કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.
 

આ છે ભારતના 10  ધનવાન ખેડૂત, કમાણી જાણીને તમે પણ વિચારમાં પડી જશો, એક ગુજરાતી પણ સામેલ

નવી દિલ્હીઃ દેશમાં ખેતી કરીને ઘણા લોકો ખુબ સારી કમાણી કરી રહ્યાં છે. ગીમા ભાઈ પટેલ ગુજરાતના છે. કોરોના સંકટના સમયમાં ગામના લોકોને રોજગાર આપવા માટે તેમણે દાડમની ખેતી પર કામ કર્યું. વર્ષ 2021માં ગીમાભાઈએ કોરોના ગ્રસ્ત લોકોને ફ્રીમાં દાડમ આપવાનું કામ પણ કર્યું હતું. ગીમાભાઈની વાર્ષિક કમાણી લગભગ 70 લાખ રૂપિયા છે. દેશના ધનવાન ખેડૂતોની યાદીમાં સામેલ ખેમારામ ચૌધરી રાજસ્થાનના જયપુરના રહેવાસી છે. ખેડૂત ખેમારામે ઇઝરાયલની જેમ ખેતી શરૂ કરી અને થોડા વર્ષોમાં કરોડપતિ બની ગયા છે. ખેમારામ એકવાર ઇઝરાયલ ગયા તો તેમણે ત્યાં પોલીહાઉસ ખેતી જોઈ હતી. પરત આવ્યા બાદ પોતાના ગામમાં તેના પર કામ શરૂ કર્યું હતું. આજે ખેમારામની વાર્ષિક આવક લગભગ 90 લાખ રૂપિયા છે.

1. જ્ઞાનેશ્વર બોડકે પુણેના એક ક્રાંતિકારી ખેડૂત છે, જેમણે ખેતીની અવધારણાઓમાં ક્રાંતિ લાવી. તેમણે જોયું કે ખેડૂત ખેતીની જગ્યાએ ઘર ચલાવવા માટે ગિરવે રાખેલી જમીનનો ઉપયોગ કરી રહ્યાં હતા. તેને લઈને તેમણે ખેડૂતોની મદદ કરવાનું શરૂ કર્યું અને તેમને નવી પદ્ધતિથી ખેતી કરવા વિશે જણાવ્યું, જેનાથી બોડકેની સાથે તે વિસ્તારના ખેડૂતો પણ સમૃદ્ધ થઈ ગયા છે.

2. રમેશ ચૌધરી જયપુરના રહેવાસી છે. તેમણે પણ ઇઝરાયલની રીત પોલી હાઉસમાં મકાઈ અને શાકભાજીની ખેતી કરી છે. આ ખેતીની કમાણીથી તેમણે મોબાઈલ શોરૂમ સહિત અન્ય બિઝનેસ શરૂ કર્યાં છે.

3. વિશ્વનાથ બોડકે પુણેનો રહેવાસી છે અને તેણે પાંચમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. અગાઉ તેઓ પરંપરાગત પાક ઉગાડતા હતા, પરંતુ તેનાથી વધુ નફો મળતો ન હતો. પછી તેણે સ્ટ્રોબેરી જેવા અન્ય મોંઘા ફળોની ખેતી કરવાનું શરૂ કર્યું, જેના કારણે તેની વાર્ષિક કમાણી અંદાજે 1 કરોડ 10 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ.

4. બિહારના ખેડૂત રાજીવ બિટ્ટુ અગાઉ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા અને વાર્ષિક 25 લાખ રૂપિયા સુધીની કમાણી કરતા હતા. જ્યારે તેને નવી રીતોથી ખેતી કરવાનું જાણવા મળ્યું ત્યારે તેણે પણ ખેતી કરવાનું શરૂ કર્યું. રાજીવે પહેલીવાર કેટલીક શાકભાજી વાવી અને તેમાંથી ઘણો નફો મેળવ્યો અને પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નહીં. આજે રાજીવ બિટ્ટુની વાર્ષિક આવક એક કરોડ રૂપિયાથી વધુ છે.

5. રામશરણ વર્મા ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના રહેવાસી છે. રામશરણ વર્માએ માત્ર પાંચ એકરથી ખેતી શરૂ કરી હતી અને આજે 200 એકરથી વધુ જમીનમાં ખેતી કરે છે. રામશરણ વર્મા મોટાભાગે શાકભાજી અને ફળોની ખેતી કરે છે અને તેમની વાર્ષિક આવક લગભગ 1 કરોડ 30 લાખ રૂપિયા છે.

6. હરીશ ધનદેવ રાજસ્થાનના જેસલમેર જિલ્લાનો રહેવાસી છે. હરીશ જેસલમેર મ્યુનિસિપલ કાઉન્સિલમાં જુનિયર એન્જિનિયર તરીકે કામ કરતો હતો અને એકવાર તેણે દિલ્હીમાં એક પ્રદર્શનમાં એલોવેરાની ખેતી વિશે જાણ્યું. ત્યારે તેમને ખબર પડી કે અમેરિકા અને બ્રાઝિલ સહિત ઘણા દેશોમાં એલોવેરાની ખૂબ માંગ છે. તેમાંથી પ્રેરણા લઈને તેણે એલોવેરાની ખેતી શરૂ કરી અને આજે તેની વાર્ષિક આવક 1.5 કરોડ રૂપિયાથી વધુ છે.

7. સચિન કાલે મહારાષ્ટ્રના રહેવાસી છે. સચિન મિકેનિકલ એન્જિનિયર હતો અને તેની વાર્ષિક કમાણી લગભગ 25 લાખ રૂપિયા હતી. તેમણે ફ્રાન્સની ટેક્નોલોજીની મદદથી ખેતી વિશે જાણ્યું અને પોતાનું કામ છોડી ખેતી શરૂ કરી હતી. આજે સચિનની વાર્ષિક આવક લગભગ 2 કરોડ રૂપિયા છે.

8. પ્રમોદ ગૌતમ નાગપુરના બઢૂં ગામના રહેવાસી છે. પ્રમોદ ગૌતમે દાળ અને શાકભાજીની ખેતી શરૂ કરી અને ત્યારબાદ પોતાની દાળ બ્રાન્ડ શરૂ કરી, જેથી તેમના ગામ લોકોને પણ રોજગાર મળ્યો છે. પ્રમોદ ગૌતમની વાર્ષિક આવક લગભગ 2 કરોડ રૂપિયાથી પણ વધુ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news