બદલાઈ જશે ATMમાંથી પૈસા કાઢવાનો મહત્વનો નિયમ જો...

ગ્રાહકો દ્વારા સાવધાની રાખવાના અનેક ઉપાયો છતાં છેતરપિંડીની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે

બદલાઈ જશે ATMમાંથી પૈસા કાઢવાનો મહત્વનો નિયમ જો...

નવી દિલ્હી : ગ્રાહકો દ્વારા સાવધાની રાખવાના અનેક ઉપાયો છતાં બેંકોના એટીએમ (ATM)માં છેતરપિંડીની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. આ સમસ્યા વિશે હાલમાં કોર્ટે પણ કડક વલણ અપનાવ્યું હતું. હવે એટીએમ છેતરપિંડીની ઘટનાઓ અટકાવવા માટે દિલ્હી સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી (SLBC)એ કેટલાક ઉપાયો સૂચવ્યા છે. આ કમિટીના સૂચન પ્રમાણે બે એટીએમ ટ્રાન્ઝેક્શન વચ્ચે 6થી 12 કલાકનો સમય રાખવો જોઈએ. 

કમિટીના બીજા સૂચન પ્રમાણે જો તમે સવારે 10 વાગ્યે ખાતામાંથી 20 હજાર રૂપિયા કાઢો તો બીજા પૈસા બપોરે 2 વાગ્યા પહેલાં નહીં કાઢી શકો. કમિટીએ સ્વીકાર્યું છે કે મોટાભાગની છેતરપિંડી રાતના સમયે થાય છે અને વહેલી સવારે કિસ્સા પ્રકાશમાં આવે છે. આવી છેતરપિંડી રોકવા માટે ગયા અઠવાડિયે જ 18 બેન્કોના પ્રતિનિધિની બેઠક યોજાઈ હતી. 

બેન્ક પ્રતિનિધીઓની બેઠકમાં બેન્કર્સ તરફથી સૂચન આપવામાં આવ્યું છે કે ખોટી  રીતે પૈસા કાઢવાનો પ્રયાસ કરવામાં આવે તો ખાતાધારકને એલર્ટ કરવા માટે ઓટીપી મોકલવામાં આવશે. આ સિસ્ટમ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન જેવું હશે. આવા જ એક પ્રયાસના ભાગરૂપે કેનરા બેંકે 10 હજાર કે એનાથી વધારે રકમ કાઢવા માટે ઓટીપી જરૂરી બનાવી દીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news