પૈસા તૈયાર રાખજો, આગામી સપ્તાહે આવશે ₹2387 કરોડના ત્રણ આઈપીઓ, જાણો વિગત
એક તરફ શેર બજારમાં એલઆઈસીના આઈપીઓની લિસ્ટ થવાની રાહ જોવામાં આવી રહી છે. તો બીજીતરફ આવતા સપ્તાહે કુલ ત્રણ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલી રહ્યાં છે. જાણો આવનારા આઈપીઓની તમામ માહિતી..
Trending Photos
નવી દિલ્હીઃ આવનારૂ સપ્તાહ શેર બજારના રોકાણકારો માટે ખાસ રહેવાનું છે. જ્યાં એક તરફ શેર બજારના રોકાણકારો 17 મેની રાહ જોઈ રહ્યાં છે, આ દિવસે એલઆઈસીના આઈપીઓનું લિસ્ટિંગ થવાનું છે. તો બીજીતરફ અન્ય આઈપીઓ પણ આવી રહ્યાં છે. આવનારા સપ્તાહમાં ત્રણ આઈપીઓ આવી રહ્યાં છે. જેમાં એથોસ આઈપીઓ, ઈમુદ્રા આઈપીઓ અને પારાદીપ ફોસ્ફેટ આઈપીઓ સામેલ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ પ્રમાણે પારાદીપનો આઈપીઓ 17 મેએ ખુલશે, જ્યારે ઈમુદ્રા અને એથોસનો આઈપીઓ 18 અને 20 મેએ ખુલશે. આ ત્રણેય આઈપીઓનો લગભગ 2387 કરોડ રૂપિયા ભેગા કરવાનો ટાર્ગેટ છે. તેમાં પારાદીપ ફોસ્ફેટના આઈપીઓની સાઇઝ 1501 કરોડની છે. એથોસનો આઈપીઓ 472 કરોડનો છે જ્યારે ઈમુદ્રાના આઈપીઓની સાઇઝ 412 કરોડ છે.
આવો આ આઈપીઓ વિશે જાણીએ
1. પારાદીપ ફોસ્ફેટ આઈપીઓ
આ ઈશ્યૂ 1501 કરોડનો છે. તે રોકાણકારો માટે 17 મેએ ખુલશે અને 19 મેએ બંધ થશે. ફર્ટિલાઇઝર કંપની પારાદીપ ફોસ્ફેટના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 39થી 42 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર છે. આ આઈપીઓમાં રોકાણકારો એક લોટ માટે એપ્લાય કરી શકે છે. પારાદીપ ફોસ્ફેટ્સ આઈપીઓના એક લોટમાં 350 શેર સામેલ થશે. કંપની બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે. આ આઈપીઓ 27 મેએ લિસ્ટ થઈ શકે છે.
2. એથોસ આઈપીઓ
આ આઈપીઓ 18 મેએ સબ્સક્રિપ્શન માટે ખુલશે અને 20 મેએ બંધ થશે. 472 કરોડના આ ઈશ્યૂની પ્રાઇઝ બેન્ડ 836થી 878 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓ માટે રોકાણકારોએ એક લોટ માટે અરજી કરવી પડશે જેમાં 17 શેર હશે. આ આઈપીઓ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે. એથોસ આઈપીઓનું અલોટમેન્ટ 25 મેએ થઈ શકે છે જ્યારે કંપની 30 મેએ શેર બજારમાં લિસ્ટ થશે.
3. ઈમુદ્રા આઈપીઓ
આ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 20 મેએ ખુલશે અને 24 મેએ બંધ થશે. 412 કરોડના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 243 રૂપિયાથી 256 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. રોકાણકારો એક લોટ માટે એપ્લાય કરી શકશે જેમાં 58 શેર સામેલ હશે. કંપનીના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે એક્સચેન્જ પર લિસ્ટ થશે. એથોસ આઈપીઓના એલોટમેન્ટની સંભવિત તારીખ 27 મે છે, જ્યારે ઈમુદ્રાનો આઈપીઓ 1 જૂન 2022ના લિસ્ટ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે