ભારતમાં આ ચીની કંપની પર પણ કોરોનાનો હુમલો, બીજીવાર બંધ કરવો પડ્યો પ્લાન્ટ


સ્માર્ટફોન બનાવતી કંપની ઓપ્પોએ તત્કાલ પ્રભાવથી પ્લાન્ટ બીજીવાર બંધ કરવો પડ્યો છે. 
 

 ભારતમાં આ ચીની કંપની પર પણ કોરોનાનો હુમલો, બીજીવાર બંધ કરવો પડ્યો પ્લાન્ટ

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)નો હુમલો ચીની કંપનીઓને માત્ર પોતાના દેશમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ પરેશાન કરવા લાગ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર ચીનની મોબાઇલ નિર્માતા કંપની ઓપ્પોની ભારતમાં રહેલી ફેક્ટરીમાં પણ કોરોના વાયરસનો મામલો સામે આવ્યો છે. તેના કારણે ઓપ્પોએ તત્કાલ પ્રભાવથી ફેક્ટરી બંધ કરવી પડી છે. 

ઓપ્પોની નોઇડા ફેક્ટરી બંધ
ચીની મોબાઇલ કંપની ઓપ્પોએ રવિવારે કહ્યુ કે, તેની નોઇડા સ્થિત પોતાની કંપનીમાં કામ રોકી દીધું છે. કંપનીએ જણાવ્યું કે, જ્યાં સુધી તેના તમામ 3 હજાર કર્મચારીઓનો કોરોના ટેસ્ટ ન થાય ત્યાં સુધી ફેક્ટરી બંધ રહેશે. કંપનીએ ઉત્તર પ્રદેશ સરકારની મંજૂરી મળ્યા બાદ આશરે 30 ટકા કર્મચારીઓ સાથે શુક્રવારે કામ ફરી શરૂ કર્યું હતું. 

ચીનને મોટો ફટકો! જર્મનીની આ કદાવર કંપની બિસ્તરાપોટલા બાંધીને આવી રહી છે ભારતમાં 

ઓપ્પોએ રવિવારે આપેલા એક નિવેદનમાં કહ્યું, અમે તમામ કર્મચારીઓ અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા અમે ગ્રેટર નોઇડા સ્થિત ઉત્પાદન પ્લાન્ટમાં તમામ પ્રકારની ગતિવિધિઓ રોકી દીધી છે. 3000થી વધુ કર્મચારીઓ માટે કોવિડ-19ની તપાસ શરૂ કરી છે, જેના પરિણામની રાહ જોવામાં આવી રહી છે. કંપનીએ કહ્યું કે, માત્ર નેગેટિવ રિપોર્ટ આવનાર કર્મચારીઓને ફરીથી કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news