1 ડિસેમ્બરથી થશે આ મોટા બદલાવ, તમારા ખિસ્સામાંથી સરકી જશે વધુ રૂપિયા

આજે 1 ડિસેમ્બર (1 December) થી અનેક નિયમોમાં બદલાવ થવાનો છે. આ ચેન્જિસની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ તમામ સમાચાર બેંક સુવિધા (Banking system), ઈન્સ્યોરન્સ સુવિધા (Insurance), પેટ્રોલ, મોબાઈલ કંપનીઓ (Telecom Company) સાથે જોડાયેલી છે. આ બદલાવોને કારણે 1 ડિસેમ્બરથી તમારા ખિસ્સામાંથી વધુ રૂપિયા સરકશે. તેથી એક ગ્રાહક તરીકે તમારા આ બદલાવ જાણી લેવા બહુ જ જરૂરી છે. 
1 ડિસેમ્બરથી થશે આ મોટા બદલાવ, તમારા ખિસ્સામાંથી સરકી જશે વધુ રૂપિયા

અમદાવાદ :આજે 1 ડિસેમ્બર (1 December) થી અનેક નિયમોમાં બદલાવ થવાનો છે. આ ચેન્જિસની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ તમામ સમાચાર બેંક સુવિધા (Banking system), ઈન્સ્યોરન્સ સુવિધા (Insurance), પેટ્રોલ, મોબાઈલ કંપનીઓ (Telecom Company) સાથે જોડાયેલી છે. આ બદલાવોને કારણે 1 ડિસેમ્બરથી તમારા ખિસ્સામાંથી વધુ રૂપિયા સરકશે. તેથી એક ગ્રાહક તરીકે તમારા આ બદલાવ જાણી લેવા બહુ જ જરૂરી છે. 

વધી જશે મોબાઈલ બિલ
દેશની મોટી ટેલિકોમ કંપનીઓ પોતાના કોલ (Voice call) દર 1 ડિસેમ્બરથી વધારી શકે છે. કોલ રેટમાં કેટલો વધારો થશે તે વિશે કંપનીઓએ હાલ કંઈ કહ્યું નથી. કંપનીઓનું કહેવુ છે કે, નુકસાનને ઓછું કરવા અને વધુ સુવિધાઓ માટે ચાર્જ વધારવો જરૂરી છે.

મોંઘો થશે ઈન્સ્યોરન્સ
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDA)એ તમામ વીમા કંપનીઓને કહ્યું છે કે, તેઓ 30 નવેમ્બર, 2019 પહેલા પોતાના તમામ વીમા ઉત્પાદોમાં નવા નિયમો અંતર્ગત બદલાવ કરી લે. 1 ડિસેમ્બર 2019થી નવા નિયમો અંતર્ગત પોલિસી વેચવામાં આવશે. નવા નિયમોને પગલે વીમા પોલિસીનું પ્રીમિયમ 15 ટકા સુધી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. નવા નિયમોની અસર 1 ડિસેમ્બરથી પહેલા વેચાયેલી પોલિસી પર નહિ પડે. પોલિસીની વચ્ચે બંધ થવાના પાંચ વર્ષની અંદર હવે તેને રિન્યુ પણ કરાવી શકાશે.

ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર ચાર્જ લાગશે
IDBI બેંકે ATM સાથે જોડાયેલ નિયમોમાં બદલાવ કર્યો છે, જે 1 ડિસેમ્બરથી લાગુ થવા જઈ રહ્યો છે. આ નિયમ અંતર્ગત બેંકનો કોઈ ગ્રાહક બીજા બેંકના ATM માંથી રૂપિયા કાઢે છે, અને ઓછું બેલેન્સને કારણે ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે તો દર ફેલ ટ્રાન્ઝેક્શન માટે તેને 20 રૂપિયા ચાર્જ આપવો પડશે. 

બેંકોમાં 24 કલાક NEFT સુવિધા
1 ડિસેમ્બરથી બેંક ગ્રાહક માટે 24 કલાક NEFT સુવિધા દ્વારા રૂપિયા ટ્રાન્સફર કરી શકશે. હાલ વર્કિંગ ડે પર સવારે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી જ NEFT કરવાની વ્યવસ્થા છે. જાન્યુઆરીથી તેના પર સુવિધા માટે કોઈ ચાર્જ પણ નહિ લેવામાં આવે. 

હવામાન વિભાગની આગાહી, ‘આ વર્ષે શિયાળો ઠંડો નહિ, પણ ગરમ રહેશે’

એથનોલ થશે મોંઘું
સરકાર દ્વારા વધારવામાં આવેલ એથનોલની કિંમતો 1 ડિસેમ્બરથી લાગુ પડશે. સરકારે એથનોલના ભાવમાં 1.84 રૂપિયા પ્રતિ લીટર વધારો કર્યો છે. સી કેટેગરીવાળઆ એથનોલની કિંમત 19 પૈસા વધીને 43.75 રૂપિયા પ્રતિ લીટર અને બી-કેટેગરીમાંથી મળનારા એથનોલની કિંમત 1.84 રૂપિયા વધારીને 54.27 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news