Railway Stock Price: રેલ્વે કંપનીના શેરમાં આવ્યું મોટું તોફાન, રોકાણકારોને કરી દીધા એક ઝાટકે માલામાલ

RVNL: રેલ વિકાસ નિગમ લિમિયેડના શેર રોકેટ બની ગયા છે. કંપનીની શેર શુક્રવારે 19 ટકા તેજીની સાથે 288.65 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેયરોમાં 4 વર્ષમાં 2100 ટકાથી વધારે તેજી આવી છે.

Railway Stock Price: રેલ્વે કંપનીના શેરમાં આવ્યું મોટું તોફાન, રોકાણકારોને કરી દીધા એક ઝાટકે માલામાલ

Railway Stock Price: રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ના શેયરોએ બુલેટ ટ્રેનની ઝડપ પકડી લીધી છે. રેલ કંપનીના શેર શુક્રવારે 19 ટકાના ઉછાળાની સાથે 288.65 રૂપિયા પર પહોંચી ગયા છે. રેલ વિકાસ નિગમ લિમિટેડના શેર માટે આ 52 સપ્તાહનું નવું ઉચ્ચ સ્તર છે. ગુરુવારે રેલવે કંપનીનો શેર રૂ.243.70 પર બંધ થયો હતો.

છેલ્લા 4 વર્ષમાં રેલવે કંપનીના શેરમાં 2100% થી વધુનો વધારો થયો છે. રેલ કંપનીએ તાજેતરમાં જેક્સન ગ્રીન સાથે સોલાર પાવર પ્રોજેક્ટ્સમાં તકો શોધવા માટે સંયુક્ત સાહસની રચના કરી છે. રેલ કંપનીએ દક્ષિણ આફ્રિકામાં પેટાકંપની પણ બનાવી છે.

કંપનીના શેયરોમાં 2100 ટકાથી વધારે ઉછાળો
રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ના શેયરોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સરકારી કંપનીના શેર 27 માર્ચ 2020ના રોજ 12.80 રૂપિયા પર હતા. રેલ વિકાસ નિગમ લિમિટેડના શેર 19 જાન્યુઆર 2024 એ 288.65 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેરોમાં છેલ્લા 4 વર્ષમાં 2100 ટકાથી વધારેનો તાબડતોડ ઉછાળો આવ્યો છે. રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 288.65 છે. જ્યારે, કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 56.15 રૂપિયા છે.

10 મહિનામાં કંપનીના શેર 390% વધ્યા
છેલ્લા 10 મહિનામાં રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ના શેરમાં 390%નો ઉછાળો આવ્યો છે. 28 ફેબ્રુઆરી 2023ના રોજ સરકારી કંપનીના શેર રૂ. 57.50 પર હતા. રેલ વિકાસ નિગમ લિમિટેડનો શેર 19 જાન્યુઆરી 2024ના રોજ રૂ. 288.65 પર પહોંચી ગયો છે. જ્યારે, છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરમાં જબરદસ્ત 140% નો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેર રૂ. 119.90 થી વધીને રૂ. 288.65 થયા છે. છેલ્લા એક મહિનામાં રેલવે કંપનીના શેરમાં લગભગ 60%નો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 5 દિવસમાં કંપનીના શેરમાં લગભગ 40%નો વધારો થયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news