Tesla: ટેસ્લા ભારતમાં આવવા માટે પીચ તૈયાર! સસ્તી થશે લક્ઝરી ઇલેક્ટ્રિક કાર?
Import Duty on Electric Vehicles: એક અધિકારીએ જણાવ્યું હતું કે બેઠકમાં સામાન્ય નીતિ સંબંધિત ચર્ચા થઈ હતી. આ દરમિયાન ભારતમાં ટેસ્લાના પ્રસ્તાવિત રોકાણની મંજૂરીને ઝડપી બનાવવાની વાત થઈ હતી.
Trending Photos
Electric Vehicle Policy: બદલાતા સમયની સાથે ટેકનોલોજીમાં પણ બદલાવ આવ્યો છે. ઈંધણની પેટર્ન પણ બદલાઈ ગઈ છે. પેટ્રોલ-ડિઝલ મોંઘા થયા તો સીએનજી આવ્યું. હવે સીએનજીને પણ ટપાવીને ગ્રીન એનર્જી તરફ દુનિયા વળી રહી છે. ત્યારે ઈવી એટલેકે, લોકો ઈલેકટ્રિકલ વ્હીકલ પસંદ કરી રહ્યાં છે. એવામાં દુનિયાની સૌથી મોટી ગણાતી કાર કંપની ટેસ્લા ભારતમાં એન્ટ્રી લઈ શકે છે. તેના માટેની પિચ પણ તૈયાર થઈ ચુકી છે. ભારત સરકાર એલોન મસ્કની ટેસ્લાને દેશમાં એન્ટ્રી આપવા માટે ઝડપથી કામ કરી રહી છે.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જાન્યુઆરી 2024 સુધીમાં સરકાર ટેસ્લા ભારતમાં આવતા અવરોધોને દૂર કરવામાં સફળ થશે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ તાજેતરમાં જ પીએમઓ દ્વારા એક બેઠક યોજાઈ હતી. જેમાં ઈલેક્ટ્રોનિક વાહનોના ઉત્પાદન અંગે ચર્ચા થઈ હતી. આ દરમિયાન ટેસ્લાને લઈને પણ ચર્ચાઓ થઈ હતી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બેઠકમાં સામાન્ય નીતિ સંબંધિત ચર્ચાઓ થઈ. આ દરમિયાન ભારતમાં ટેસ્લાના પ્રસ્તાવિત રોકાણની મંજૂરીને ઝડપી બનાવવાની વાત થઈ હતી.
મુખ્ય અતિથિ હશે બાયડેન!
જૂન મહિનામાં અમેરિકામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટેસ્લાના માલિક ઈલોન મસ્ક વચ્ચે મુલાકાત થઈ હતી. આ પછી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારે ઉદ્યોગ અને ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય વચ્ચે ઇલેક્ટ્રિક કારના ઉત્પાદનને લઈને વાતચીત થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ વખતે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભારત તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. ટેસ્લાના અધિકારીઓ ભારતમાં કાર અને બેટરી ઉત્પાદન સુવિધાઓ શરૂ કરવા અંગે ભારત સરકાર સાથે પણ વાતચીત કરી રહ્યા છે. ટેસ્લાએ ભારતમાં સપ્લાય ચેક ઈકોસિસ્ટમ લાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ઈમ્પોર્ટ ડ્યુટી એક મોટો મુદ્દો બન્યો-
અન્ય એક અધિકારીએ ETને જણાવ્યું હતું કે ટેસ્લા સાથે દેશમાં તેની મેન્યુફેક્ચરિંગ યોજના અંગેના કોઈપણ મતભેદોને ઉકેલવાની જવાબદારી સરકારી વિભાગોને સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ટેસ્લા ભારતમાં આવવાના માર્ગમાં ઈમ્પોર્ટ ડ્યૂટી એક મોટો મુદ્દો બનીને રહી ગયો છે. ટેસ્લા તરફથી સંપૂર્ણ ઉત્પાદિત ઇલેક્ટ્રિક કાર પરની આયાત ડ્યૂટી ઘટાડીને 40 ટકા કરવાની માંગ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 40,000 ડોલરથી ઓછી કિંમતની કાર પર 60 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લાગે છે. તેનાથી ઉપર ઈલેક્ટ્રિક કાર પર 100 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે