TCSને 8,118 કરોડ રૂપિયાનો ચોખો નફો, દરેક શેર પર આપશે 5 રૂપિયાનું ડિવિડન્ડ

ટીસીએસને ત્રીજા ક્વાર્ટરમાં 8118 કરોડ રૂપિયાનો ચોખો નફો થયો છે. આ પહેલાના ક્વાર્ટરમાં કંપનીને 8042 કરોડ રૂપિયાનો શુદ્ધ નફો થયો હતો. 
 

TCSને 8,118 કરોડ રૂપિયાનો ચોખો નફો, દરેક શેર પર આપશે 5 રૂપિયાનું ડિવિડન્ડ

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી માહિતી ટેકનોલોજી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS)એ ત્રીજા ક્વાર્ટરના નાણાકીય પરિણામોની શુક્રવારે જાહેરાત કરી છે. કંપનીનો શુદ્ધ નફો ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 0.20% વધીને 8,118 કરોડ રૂપિયા રહ્યો છે. પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો શુદ્ધ નફો 8105 કરોડ રૂપિયા રહ્યો હતો. 

સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં કંપનીનો ચોખો નફો 1.8 ટકા વધીને 8042 કરોડ રૂપિયા રહ્યો હતો. ડિસેમ્બરના ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષના આધાર પર 6.7 ટકા વધીને 39,854 કરોડ રૂપિયા રહી છે. કંપનીનું ઓપરેટિંગ માર્જિન 25 ટકા તથા નેટ માર્જિન 20.4 ટકા રહ્યું છે. 

આવકમાં 6.7% નો વધારો
ડિસેમ્બરના ક્વાર્ટરમાં કંપનીની આવક 6.7 ટકા વધીને 39854 કરોડ રૂપિયા રહી, જે પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં 37338 કરોડ રૂપિયા રહી હતી. 

કંપનીના સીઈઓ તથા એમડી રાજેશ ગોપીનાથને કહ્યું, 'અમે વર્ષના પ્રથમ બે ક્વાર્ટરના સેક્ટોરલ ટ્રેન્ડ્સને ત્રીજા ક્વાર્ટરમાં પણ જાળવી રાખ્યા છે. ત્રીજા ક્વાર્ટરમાં અમારા ભારે-ભરખમ ઓર્ડર બુક કંપનીઓના વિભિન્ન હિતધારકોની વ્યાપારી જરૂરીયાતોને પૂરા કરવા માટે ઇનોવેટિવ ટેક્નોલોજી સોલ્યૂશન્સ આપવાની અમારી ક્ષમતાને દર્શાવે છે.'

5 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ
કંપનીએ પોતાના શેરધારકોને પ્રતિ શેર પાંચ રૂપિયાનું ત્રીજુ વચગાળાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. 

31 જાન્યુઆરીએ આપવામાં આવશે ડિવિડન્ડ
કંપનીએ એક નિવેદનમાં કહ્યું, 'કંપનીના ઇક્વિટી શેરધારકોને ત્રીજા વચગાળાના ડિવિડન્ડની ચુકવણી 31 જાન્યુઆરી, 2020ના કરવામાં આવશે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news