187 રૂપિયા પર જઈ શકે છે ટાટાનો આ શેર, ખરીદવા માટે મચી લૂટ, આ સમાચારની અસર!
Stock Market News: જો તમે ટાટા ગ્રુપના કોઈ શેરમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે કામના સમાચાર છે. ટાટા સ્ટીલના શેરમાં તેજી આવવાની સંભાવના છે.
Trending Photos
Tata Steel Share: જો તમે ટાટા ગ્રુપના કોઈ શેર પર દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે કામના સમાચાર છે. ટાટા સ્ટીલના શેરમાં તેજી આવવાની સંભાવના છે. બ્રોકરેજ આ શેર પર બુલિસ છે અને તેને ખરીદવાની સલાહ આપી રહ્યાં છે. પાછલા શુક્રવારે ટાટા સ્ટીલના શેર 5 ટકાની તેજી સાથે 179.65 રૂપિયાના 52 વીકના હાઈ પર પહોંચી ગયા છે. શેરમાં આ તેજી પાછળ એક રિપોર્ટ છે. હકીકતમાં બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે ટાટા સ્ટીલ પ્લાન્ટની ફેક્ટરીના ગ્રીન ટ્રાન્સફોર્મેશન માટે નેધરલેન્ડ તેને 326 કરોડ ડોલર આપશે.
કંપનીએ શું કહ્યું
ટાટા સ્ટીલે કહ્યું- કંપની પ્રસ્તાવિત ડીકાર્બોનાઇઝેશન રોડમેપ પર ડચ સરકારની સાથે ચર્ચા કરી રહી છે. માર્ચ 2024માં ડચ સંસદે ઔપચારિક રૂપથી ટાટા સ્ટીલ નેધરલેન્ડમાં ડીકાર્બોનાઇઝેશનના પ્સત્વાત માટે સંભવિત શરતો પર વાતચીત કરવાનો આદેશ આપ્યો હતો.
ટાટા સ્ટીલ ડિવિડેન્ડ
ટાટા સ્ટીલના બોર્ડ મેમ્બરે તાજેતરમાં 3.60 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરના વચગાળાના ડિવિડેન્ડની ભલામણ કરી છે. એક એક્સચેન્જ ફાઈલિંગમાં કંપનીએ કહ્યું કે- બોર્ડે નાણાકીય વર્ષ 2023-2024 માટે કંપનીના શેર ધારકોને ફે સ વેલ્યૂ 1 રૂપિયા (360%) ના સાધારણ (ઈક્વિટી) શેર પર 3.60 ટકા ડિવિડેન્ડની ભલામણ કરી છે. આ ડિવિડેન્ડ માટે રેકોર્ડ ડેટ 21 જૂન 2024 નક્કી કરી છે.
ટાટા સ્ટીલ શેર પ્રાઇઝ
બ્રોકરેજ એક્સિસ સિક્યોરિટીઝે ટાટા સ્ટીલના શેરમાં ખરીદીની ભલામણ કરી છે. સ્ટોકમાં એન્ટ્રી પ્રાઇઝ 178 રૂપિયા છે. 187 રૂપિયાના સ્ટોપલોસની સાથે 187 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ છે. છેલ્લા છ મહિનામાં સ્ટોકે 37.65 ટકા રિટર્ન આપ્યું છે અને એક વર્ષમાં 60 ટકાથી વધુ તેજી આવી છે. આ સિવાય બીએસઈ ડેટા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં ટાટા સ્ટીલના શેરમાં 7.06 ટકાનો વધારો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે