Electric Car: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
Tata Nexon EV: ભવિષ્યમાં ઇલેક્ટ્રિક કાર્સનો દબદબો રહેવાનો છે પરંતુ હાલના સમયમાં ઇલેક્ટ્રિક કાર્સ તમને મોંઘી લાગી શકે છે. હાલ ઇલેક્ટ્રિક કાર, પેટ્રોલ અથવા ડીઝલવાળી કાર્સ કરતાં ઘણી મોંઘી છે.
Trending Photos
Tata Nexon EV Price, Subsidy & Saving: ભવિષ્યમં ઇલેક્ટ્રિક કર્સનો દબદબો રહેવાનો છે પરંતુ હાલના સમયમાં ઇલેક્ટ્રિક કાર્સ તમને મોંઘી લાગી શકે છે. હાલ ઇલેક્ટ્રિક કાર, પેટ્રોલ અથવા ડીઝલ કાર્સ કરતાં ખૂબ મોંઘી છે. ટાટા નેક્સન ઇવીને લઇ લો. તેની શરૂઆતી કિંમત હાલ 15 લાખ રૂપિયા છે જ્યારે તેના પેટ્રોલ વેરિએન્ટની શરૂઆતી કિંમત સાડા સાત લાખ રૂપિયા છે. એવામાં જે લોકો ટાટા નેક્સન ઇવી ખરીદવાનું વિચારે છે, તેમને આ મોંઘી લાગી શકે છે. પરંતુ અમે તમને જણાવીએ કે તમે ઇલેક્ટ્રિક કાર પર કેવી રીતે પૈસા બચાવી શકો છો. ટાટા નેક્સન એક્સઝેડની વાત કરીએ. તેની એક્સ શોરૂમ કિંમત 16.30 લાખ રૂપિયા છે, જેની દિલ્હીમાં ઓન રોડ કિંમત 17.15 લાખ રૂપિયા હશે.
હવે અહીંથી સરકાર મળનાર છૂટ અને ઇલેક્ટ્રિક કાર ઉપયોગ કરવાના ખર્ચના આધાર પર આગળનું ગણિત તમને જણાવીએ. તેના પર કેન્દ્ર સરકાર લગભગ 299,800 રૂપિયાની સબસિડી આપી રહી છે. આ ઉપરાંત કેટલીક રાજ્ય સરકાર પણ છૂટ આપી રહી છે. એવામાં જો તમે દિલ્હીમાં છો તો દિલ્હી સરકાર તરફથી તમને 1.15 લાખ રૂપિયાની સબસિડી મળશે. હવે કુલ ડિસ્કાઉન્ટ 4,14,800 રૂપિયા થઇ જશે. હવે આ કુલ ડિસ્કાઉન્ટ બાદ તમને કારની ઓન રોડ પ્રાઇસ 13 લાખ રૂપિયાની આસપાસ પડશે. તો બીજી તરફ જો તમે કાર પર લોન લો છો તો લોનના વ્યાજ પર 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ લઇ શકે છો. એટલે કે 13 લાખ રૂપિયામાં અને 1.5 લાખ ઘટે તો તેની કિંમત લગભગ 11.5 લાખ રૂપિયા.
ત્યારબાદ તેને ચલાવવાના ખર્ચ પર આવે છે. ટાટા નેક્સનની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલા સેવિંગ કેલક્યુલેટર અનુસાર જો તમે કારને દરરોજ 70 કિલોમીટર ચલાવો છો અને પેટ્રોલની કિંમત 100 રૂપિયા થાય છે તો તમે પાંચ વર્ષમાં 6.6 લાખ રૂપિયાની બચત કરી શકો. હવે જો 11.5 લાખ રૂપિયાથી 6.6 લાખ રૂપિયા નિકાળી દેવામાં આવે તો આ કાર તમને 4.9 લાખ રૂપિયા બચશે. હવે તમને આ સસ્તી લાગવા માંડશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારીમાં રાજ્યોના આધાર પર ફેરફાર સંભવ છે. એટલા માટે ઇલેક્ટ્રિક કાર ખરીદતાં પહેલાં શોરૂમમાંથી તેની જાણાકરી જરૂર લઇ લો.)
આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો: સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે