Tata Group નો આ મેટલ શેર કરાવશે દમદાર કમાણી! મળી શકે છે 37% સુધીનું રિટર્ન, ચેક કરો ટાર્ગેટ

Tata Group Stock: ગ્લોબલ બ્રોકરેજ હાઉસ જેફરીઝ (Jefferies)એ મેટલ્સ પર પોતાનો એક રિપોર્ટ જારી કર્યો છે, જેમાં બ્રોકરેજે ટાટા સ્ટીલ પર ખરીદીની સલાહ બનાવી રાખી છે. બ્રોકરેજ રિપોર્ટનું કહેવું છે કે મેટલના શેરમાં ટાટા સ્ટીલ તેની ટોપ પિકમાં સામેલ છે. 

Tata Group નો આ મેટલ શેર કરાવશે દમદાર કમાણી! મળી શકે છે 37% સુધીનું રિટર્ન, ચેક કરો ટાર્ગેટ

નવી દિલ્હીઃ Tata Group Stock: ભારતીય શેર બજારમાં ગુરૂવાર (9 માર્ચ) ના બજારમાં ઘટાડા વચ્ચે મેટલ શેરમાં તેજી જોવા મળી. નિફ્ટી મેટલના મોટા ભાગના શેરમાં તેજી રહી. ટાટા ગ્રુપની કંપની ટાટા સ્ટીલ (Tata Steel)ના શેરમાં શરૂઆતી સેશનથી 1.5 ટકાથી વધુની તેજી જોવા મળી હતી. ગ્લોબલ બ્રોકરેજ હાઉસ જેફરીઝ (Jefferies)એ મેટલ્સ પર પોતાનો એક રિપોર્ટ જારી કર્યો છે, જેમાં બ્રોકરેજે ટાટા સ્ટીલ પર ખરીદીની સલાહ બનાવી રાખી છે. બ્રોકરેજ રિપોર્ટનું કહેવું છે કે મેટલ શેરમાં ટાટા સ્ટીલ તેની ટોપ પિકમાં સામેલ છે. ગુરૂવારે સેન્સેક્સમાં ટાટા સ્ટીલ ટોપ ગેનર રહ્યો. 

Jefferies: શું છે મેટલ્સ પર મત
જેફરીઝનું કહેવું છે કે ચીનના આર્થિક આંકડાથી રિકવરીનો સંકેત મળી રહ્યો છે. વર્ષ 2022માં 23 ટકાના ઘટાડા બાદ ચીનના એક્સપોર્ટ સ્ટીલના ભાવ 2023માં અત્યાર સુધી 14 ટકા વધી ચુક્યા છે. પરંતુ એશિયન સ્ટીલ સ્પ્રેડ હજુ પણ લાંબા સમયની એવરેજથી 10 ટકા નીચે છે. આ વર્ષે અત્યાર સુધી ઈન્ડિયન મેટલ સ્ટોક્સ પોતાના ગ્લોબલ પીયર્સના મુકાબલે અન્ડરપરફોર્મ કરી રહ્યાં છે. તેથી મેટલ સ્ટોક્સમાં ખરીદીનો અવસર બનેલો છે. 

Jefferies: ટાટા સ્ટીલ પર બુલિશ
જેફરીઝે પોતાના રિપોર્ટમાં કહ્યું કે મેટલ શેરમાં હિંડાલ્કો બાદ ટાટા સ્ટીલ ટોપ પિક બનેલો છે. બ્રોકરેજે ટાટા સ્ટીલ પર ખરીદીની સલાહ બનાવી રાખી છે. સાથે પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઇઝ 145 રૂપિયા રાખ્યો છે. 9 માર્ચ 2023ના શેર 108.70 રૂપિયા પર બંધ થયો હતો. આ રીતે વર્તમાન ભાવથી આગળ સ્ટોકમાં આશરે 37 ટકાનું જોરદાર રિટર્ન જોવા મળી શકે છે. 

છેલ્લા 5 દિવસમાં ટાટા સ્ટીલમાં 5 ટકાથી વધુનો વધારો થયો છે. પરંતુ આ વર્ષે અત્યાર સુધી શેરના ભાવમાં 10 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. તો જેફરીઝે હિંડાલ્કો પર પણ ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઇઝ 570 રૂપિયા રાખી છે. 8 માર્ચ 2023ના હિંડાલ્કોના શેર 408 રૂપિયા પર બંધ થયા હતા. 

(ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલાં તમારા એડવાઇઝરની સલાહ લો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news