કોરોનાની મહામારીની સ્થિતિ વચ્ચે ઘર ખરીદવા જઈ રહ્યાં છો, તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન

કોરોનાની મહામારીમાં ધંધા-રોજગારને મોટી નુકસાની થઈ છે. જોકે, એક વાત એ પણ એટલી જ સાચી છેકે, આવી સ્થિતિની વચ્ચે પણ રિયલ એસ્ટેટનો બિઝનેસ વધ્યો છે. સંખ્યાબંધ લોકો નવા ઘર ખરીદી રહ્યાં છે. જો તમે પણ તમારા સપનાનું ઘર ખરીદવા માંગતા હોવ તો એ પહેલાં આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો.

કોરોનાની મહામારીની સ્થિતિ વચ્ચે ઘર ખરીદવા જઈ રહ્યાં છો, તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન

નવી દિલ્લીઃ કોરોનાની મહામારીમાં ધંધા-રોજગારને મોટી નુકસાની થઈ છે. જોકે, એક વાત એ પણ એટલી જ સાચી છેકે, આવી સ્થિતિની વચ્ચે પણ રિયલ એસ્ટેટનો બિઝનેસ વધ્યો છે. સંખ્યાબંધ લોકો નવા ઘર ખરીદી રહ્યાં છે. જો તમે પણ તમારા સપનાનું ઘર ખરીદવા માંગતા હોવ તો એ પહેલાં આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો.કોરોનાના કારણે દરેક સેક્ટરમાં નુકસાન થયું છે. તેમાં રિયલ એસ્ટેટ સેક્ટર પણ બાકાત નથી રહ્યો. લોકોએ કોરોનાકાળમાં આર્થિક તંગીના પગલે ઘર લેવાનો પ્લાન પોસ્ટપોન કર્યો અથવા કેન્સલ કર્યો. ત્યારે, હવે કોરોનાનું કહેર ઘટી રહ્યો છે. જેના પગલે ફરીવાર લોકો ઘર ખરીદવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. જો તમે પણ હાલના સમયે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વાતોનું રાખજો ધ્યાન.

ઘરી ખરીદવા જઈ રહ્યો છો તો આ છે હેલ્પફૂલ ટિપ્સઃ

1. કોરોનાની બે લહેર બાદ, કેટલાક પ્રોજેક્ટસના બાંધકામ પર તેની અસર પડી છે. મજૂરોની તંગી અને સપ્લાઈ ચેઈનમાં તકલીફના કારણે ઘણા પ્રોજેક્ટ વિલંબમાં મુકાયા છે. ત્યારે, જે લોકો ઘર ખરીદવા જઈ રહ્યા છે તેમણે ધ્યાન રાખવું કે જે પ્રોપર્ટી તમે ખરીદી રહ્યા છો તે રેડી ટૂ મૂવ છે કે નહીં.

2. હાલના સમયે રિયલ એસ્ટેટ સેક્ટર રિક્વરી ફેઝમાં છે. જેના કારણે હાલના સમયે તમને ઘરો થોડાં સસ્તા ભાવમાં મળી શકે છે. પરંતું, કેટલાક લોકો એવું સમજીને બેઠા છે ઘરોની કિંમત વધુ ઘટશે. ત્યારે, હવે રિયલ એસ્ટેટ સેક્ટર ફરી પોતાના ટ્રેક પર આવી રહ્યું છે. જેના પગલે ભાવ ઘટવો હવે લગભગ અશક્ય છે. એટલે સમયસર યોગ્ય જગ્યા અને ભાવ ધ્યાનમાં રાખી પ્રોપર્ટી ખરીદી લેવી જોઈએ.

3. જે લોકોએ ઘર ખરીદવાની તૈયારી કરી રહ્યા છે તેવા લોકોએ સરકારે જાહેર કરેલા ઈન્ટરસ્ટ રેટ પર ધ્યાન આપવું જોઈએ. કેમ કે હોમ લોન માટે ઈન્ટરસ્ટ રેટ હાલમાં ઘટ્યા છે. જેના કારણે ઘર ખરીદવાનો આ યોગ્ય સમય છે.

4. આજના સમયમાં ઘર લેતા પહેલાં તમારે એક નાણાકીય સલાહકારની મદદ લેવી જોઈએ જે તમને ખરી દિશામાં ગાઈડ કરી શકે. સાથે જ તેમણે RERAના નિયમોનું પણ ધ્યાન રાખવું જોઈએ.

5. ઘર લેતાં પહેલાં લોકોએ પોતાના લાંબા ગાળાની બચતનું મુદ્રીકરણ કરી રાખવું જોઈએ. જ્યારે, 10થી 12 મહિનાના EMIની બચત તેમણે પહેલાંથી જ કરી રાખવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news