₹500 વાળો આ શેર 39 પર પહોંચી ગયો; હવે ખરીદી માટે પડાપડી, 200% ભાવ ચડ્યો, રોકાણકારો માલામાલ
Suzlon Energy Share: સુઝલોન એનર્જીના શેરોમાં બુધવારે જબરદસ્ત તેજી જોવા મળી. કંપનીના શેર બુધવારે 4.95% ચડીને 39.20 રૂપિયાના હાઈ પર પહોંચી ગયા
Trending Photos
Suzlon Energy Share: સુઝલોન એનર્જીના શેરોમાં બુધવારે જબરદસ્ત તેજી જોવા મળી. કંપનીના શેર બુધવારે 4.95% ચડીને 39.20 રૂપિયાના હાઈ પર પહોંચી ગયા. મલ્ટીબેગર સ્મોલકેપ સ્ટોક સુઝલોન એનર્જીના શેરોમાં છેલ્લા 3 મહિનામાં જબરદસ્ત તેજી જોવા મળી છે.
આ દરમિયાન તેણે પોતાના રોકાણકારોની સંપત્તિને બમણા કરતા વધુ કરી છે. 2023માં અત્યાર સુધી સુઝલોનના શેરોમાં 265% ની તેજી આવી છે. જ્યારે ગત વર્ષ એક વર્ષમાં આ શેરે 358.18% નું રિટર્ન આપ્યું છે. આ દરમિયાન તેની કિંમત 8.25 રૂપિયાથી વધીને વર્તમાન પ્રાઈસ સુધી પહોંચી ગઈ છે. અત્રે જણાવવાનું કે આ કેલેન્ડર વર્ષમાં તેનું સૌથી સારું વાર્ષિક પ્રદર્શન રહ્યું છે.
કંપનીને નમળી શકે છે મોટું રોકાણ
નવામા ઓલ્ટરનેટિવ એન્ડ ક્વોંટિટેટિવ રિસર્ચના એક નોટમાં એમએસસીઆઈ ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં સામેલ થ વા માટે સુઝલોનને સંભવિત દાવેદાર માનવામાં આવી છે. જો ઈન્ડેક્સમાં કંપની સામેલ થાય તો તેનાથી સ્ટોકમાં $193 મિલિયનનું રોકાણ થઈ શકે છે. નુવામાના એક અન્ય નોટમાં ઉલ્લેખ કરાયો છે કે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એએમએફઆઈ) દ્વારા સુઝલોનને તેની વર્તમાન સ્મોલ કેપ સ્થિતિથી મેડ કેપ સ્ટોકના રૂપમમાં ફરીથી સામેલ કરી શકાય છે.
એક સમયે 500 રૂપિયા હતી કિંમત
સુઝલોન એનર્જીના શેરોનો ભાવ વર્ષ 2005ના અંતમાં 500 રૂપિયાથી વધુ હતો. જો કે બાદમાં આ શેરમાં ભારે વેચાવલી જોવા મળી અને તેથી 2019માં તે 2 રૂપિયા સુધી તૂટી ગયો. ગત એક વર્ષમાં આ શેરમાં ગજબની તેજી જોવા મળી છે.
બ્રોકરેજે શું કહ્યું
આ બધા વચ્ચે નુવામાએ કહ્યું કે સુઝલોન તે 14 સંભવિત સ્મોલકેપ શેરોમાંથી એક છે. સપ્ટમ્બર ત્રિમાસિકમાં હરિત ઉર્જા કંપની જે એક દાયકા બાદ શુદ્ધ મૂલ્યમાં સકારાત્મક થઈ છે તેણે પરિચાલન પ્રદર્શનમાં સુધારના કારણે પતાના શુદ્ધ લાભમાં 79 ટકાના વધારા સાથે 102 કરોડ રૂપિયાવી વૃદ્ધિ નોંધાવી છે. સપ્ટેમ્બર ત્રિમાસિકના અંતમાં કંપનીના ઓર્ડર બુક 1613 મેગાવોટ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે