8 રૂપિયાના શેરનો કમાલ, ₹1 લાખના બનાવી દીધા ₹55 લાખ, ઈન્વેસ્ટરો માલામાલ

શેર બજારમાં ઘણી એવી કંપની છે, જે પોતાના ઈન્વેસ્ટરોને શાનદાર રિટર્ન આપી રહી છે. સુરજ પ્રોડક્ટ્સના શેર પણ તે મલ્ટીબેગર સ્ટોકમાં સામેલ છે, જેણે ઈન્વેસ્ટરોને માલામાલ બનાવ્યા છે.

8 રૂપિયાના શેરનો કમાલ, ₹1 લાખના બનાવી દીધા ₹55 લાખ, ઈન્વેસ્ટરો માલામાલ

Multibagger Stock: છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન જે કંપનીઓએ શાનદાર પ્રદર્શન કર્યું, તેમાં સુરજ પ્રોડક્ટ્સ પણ એક છે. કંપનીના શેરનો ભાવ 8 રૂપિયાથી વધી 445 રૂપિયાના લેવલ પર પહોંચી ગયયો છે. એટલે કે કંપનીએ માત્ર 4 વર્ષની અંદર 5400 ટકાનું રિટર્ન આપ્યું છે. 

6 મહિનામાં લગભગ પૈસા ડબલ
છેલ્લા એક મહિના દરમિયાન આ મલ્ટીબેગર સ્ટોકની કિંમતમાં 4 ટકાની તેજી આવી છે. કંપનીના શેરની કિંમત 425 રૂપિયાથી વધુ 445 રૂપિયા થઈ ગઈ છે. પરંતુ 6 મહિનાથી કંપનીના શેરને હોલ્ડ કરનાર ઈન્વેસ્ટરોને અત્યાર સુધી 95 ટકાનો લાભ મળી ચુક્યો છે. 

1 વર્ષમાં 230 ટકાનું રિટર્ન
1 વર્ષ પહેલા સુરજ પ્રોડક્ટ્સના શેરની કિંમત માત્ર 135 રૂપિયા હતી. આ દરમિયાન કંપનીના શેરમાં 230 ટકાની તેજી આવી છે. 2 વર્ષથી શેર હોલ્ડ કરનાર ઈન્વેસ્ટરોને 300 ટકાનો પ્રોફિટ થઈ ચુક્યો છે. ત્રણ વર્ષ પહેલા આ શેર 35 રૂપિયાની કિંમત પર હતો. એટલે કે 1200થી વધુ ટકાનો ફાયદો ઈન્વેસ્ટરોને થયો છે. 

ઈન્વેસ્ટરો ગદગદ
1 વર્ષ પહેલા કોઈ ઈન્વેસ્ટરો આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેને 3.35 લાખ રૂપિયા મળત. 3 વર્ષ પહેલા એક લાખ રૂપિયાનું રોકાણ કરી હોલ્ડ કરનાર ઈન્વેસ્ટરોને 13 લાખનું રિટર્ન આપી ચુક્યો છે. માત્ર 4 વર્ષમાં પોઝિશનલ ઈન્વેસ્ટરોના પૈસા 1 લાખથી વધુ 55 લાખ રૂપિયા થઈ ગયા છે. 

કંપનીનું માર્કેટ કેપ 506 કરોડ રૂપિયાનું છે. તો 52 વીકનું લો લેવલ 116.50 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીનો 52 વીક હાઈ 455.60 રૂપિયા પ્રતિ શેર છે. 

(આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન છે. રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news