સલામ છે આ મહિલાને! પતિની ગરીબીથી અકળાયા વગર ભર્યું એવું પગલું, રોજના હવે 1000 રૂપિયા કમાય છે

ઝારખંડમાં પૂર્વ સિંહભૂમિ જિલ્લામાં રહેતી એક મહિલા તેના પતિની આર્થિક મુશ્કેલીઓને જોઈને શરૂઆતમાં ખુબ પરેશાન રહેતી હતી. ગામના બાળકોનું ટ્યૂશન કરીને પતિ કોઈને કોઈ રીતે ઘરનું ગુજરાન ચલાવતો હતો. કદાચ આવી વિપરિત પરિસ્થિતિ કોઈ સામાન્ય પરિવારોમાં હોત તો પતિએ તેની પત્નીના અનેક ટોણા સાંભળવા પડ્યા હોત. પરંતુ તે યુવકની પત્નીએ ગરીબીથી નારાજ થવાની જગ્યાએ એવું પગલું ભર્યું કે જેનાથી આખા પરિવારની તકદીર બદલાઈ ગઈ.

સલામ છે આ મહિલાને! પતિની ગરીબીથી અકળાયા વગર ભર્યું એવું પગલું, રોજના હવે 1000 રૂપિયા કમાય છે

ઝારખંડમાં પૂર્વ સિંહભૂમિ જિલ્લામાં રહેતી એક મહિલા તેના પતિની આર્થિક મુશ્કેલીઓને જોઈને શરૂઆતમાં ખુબ પરેશાન રહેતી હતી. ગામના બાળકોનું ટ્યૂશન કરીને પતિ કોઈને કોઈ રીતે ઘરનું ગુજરાન ચલાવતો હતો. કદાચ આવી વિપરિત પરિસ્થિતિ કોઈ સામાન્ય પરિવારોમાં હોત તો પતિએ તેની પત્નીના અનેક ટોણા સાંભળવા પડ્યા હોત. પરંતુ તે યુવકની પત્નીએ ગરીબીથી નારાજ થવાની જગ્યાએ એવું પગલું ભર્યું કે જેનાથી આખા પરિવારની તકદીર બદલાઈ ગઈ. હવે ઘર પરિવારમાં ખુશહાલી છવાઈ ગઈ છે. અને મહિલા આખા સમાજ માટે પ્રેરણા બની ગઈ છે. 

સફળતાની  કહાની પૂર્વી સિંહભૂમ જિલ્લાના ધાલભૂમગઢ પ્રખંડના કુકડાખુપી ગામની સવિતા મહતોની છે. મીડિયા રિપોર્ટ મુજબ સવિતાની કહાની એક એવી સફળ મહિલાની કહાની છે જે સ્વયં સહાયતા સમૂહ સાથે જોડાઈને આજે રોજના 800થી 1000 રૂપિયા કમાઈ રહી છે. તે એક સિલાઈ મશીન અને મૂરી બનાવવાના મશીનની માલિક છે. પતિ સાથે મળીને મૂરીનું ઉત્પાદન કરીને રોજ કમાણી કરી રહી છે. 

સવિતા મહતોએ જણાવ્યું કે તેમના પતિ પ્રભાત રંજન મહતો પહેલા ગામમાં ટ્યૂશન ભણાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અચાનક ગામમાં એક દિવસ જેએસએલપીએસની સીઆરપી દીદી આવ્યા. સીઆરપી દીદીએ મહિલા સમૂહ અને સરકાર તરફથી અપાતી સુવિધાઓ વિશે જાણકારી આપી. ત્યરાબાદ રાધાકૃષ્ણ મહિલા સ્વયં સહાયતા સમૂહ સાથે જોડાવવાનો નિર્ણય લીધો. સમૂહ પાસેથી મળેલી લોનમાં પહેલા સિલાઈ મશીન ખરીદ્યું. આ મશીનથી ઘરે જ કપડાં સિવવાના શરૂ કરી દીધા. તેનાથી તેને કઈક કમાણી થવા લાગી. 

2022માં સીસીએલ લોન હેઠળ એક લાખ રૂપિયાની લોન લઈને મૂરી (મૂરી મમરા) બનાવવાનું મશીન ખરીદ્યું. ઘરમાં જ મશીન લગાવીને મૂરી બનાવવાનું શરૂ કરી દીધું. પતિ સાથે મળીને મૂરી બનાવે છે અને તેને પેક કરીને સ્થાનિક બજારોમાં વેચે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news