10 દિવસમાં શેરમાંથી કમાણી કરવી હોય તો આ 3 સ્ટોકની કરો ખરીદી, જાણો વિગતો 

શેર બજાર હાલ જબરદસ્ત જોશમાં છે. પોતાના સર્વોચ્ચ સ્તર પર કારોબાર ચાલી રહ્યો છે. ગુરુવારે પહેલીવાર સેન્સેક્સ 80 હજાર પાર ક્લોઝિંગ આપ્યું. બજારનું ટેક્નિકલ સેટઅપ, મોમેન્ટમ અને ટ્રેડ પોઝિટિવ છે.

10 દિવસમાં શેરમાંથી કમાણી કરવી હોય તો આ 3 સ્ટોકની કરો ખરીદી, જાણો વિગતો 

શેર બજાર હાલ જબરદસ્ત જોશમાં છે. પોતાના સર્વોચ્ચ સ્તર પર કારોબાર ચાલી રહ્યો છે. ગુરુવારે પહેલીવાર સેન્સેક્સ 80 હજાર પાર ક્લોઝિંગ આપ્યું. બજારનું ટેક્નિકલ સેટઅપ, મોમેન્ટમ અને ટ્રેડ પોઝિટિવ છે. જો કે ઉપરી સ્તર પર પ્રોફિટ બુકિંગ ગમે ત્યારે થઈ શકે છે. આગામી 10 દિવસની રીતે HDFC સિક્યુરિટીઝે આ 3 સ્ટોક્સમાં રોકાણ માટે સલાહ આપી છે. જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસની સંપૂર્ણ માહિતી.

Irb Infra Share Price Target
Irb Infra ના શેર 68 રૂપિયા પર છે. 65-67ની રેન્જમાં ખરીદી કરો. 63.8 રૂપિયાના સ્ટોપ લોસ સાથે 72 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. શેરમાં તેજી સાથે વોલ્યુમ સપોર્ટ જોવા મળી રહ્યો છે. ટેક્નિકલ ચાર્ટ પર અપસાઈડ બાઉન્સ જોવા મળી રહ્યો છે. આ સ્ટોકે 7 જૂનના રોજ 78 રૂપિયાનો 52 વીક હાઈ બનાવ્યો હતો. બે દિવસથી સતત શેરમાં તેજી જોવા મળી અને વોલ્યુમ ગ્રોથ જબરદસ્ત છે. એક અઠવાડિયામાં શેરે 4.4 ટકા અને બે અઠવાડિયામાં 3 ટકા રિટર્ન આપ્યું છે. 

Mastek Share Price Target
સોફ્ટવેર સ્ટોક Mastek 2877 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. 2832-2740 રૂપિયાની રેન્જમાં ખરીદવો અને એડ  કરવાનો છે. તેની નીચે જાય તો 2699 રૂપિયાનો સ્ટોપલોસ મેન્ટેઈન કરતા 3031 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. શોર્ટ ટર્મ કન્સોલિડેશન બાદ  બ્રેકઆઉટ મળ્યું છે. 16 ફેબ્રુઆરીએ સ્ટોકે 3147 રૂપિયાનો 52 અઠવાડિયાનો હાઈ બનાવ્યો હતો. એક અઠવાડિયામાં 6.4 ટકા અને બે અઠવાડિયામાં 7.3 ટકાનું રિટર્ન આપ્યું છે. 

SAVITA OIL Share Price Target
લિસ્ટેડ કંપની SAVITA OILના શેર 627 રૂપિયા પર છે. 621-602 રૂપિયાની રેન્જમાં ખરીદવાની અને એડ કરવાની છે. તેની નીચે 595 રૂપિયાના સ્ટોપલોસ સાથે 656 રૂપિયાા ટાર્ગેટને ચેઝ  કરવાનો છે. ગુરુવારે સ્ટોકે ઈન્ટ્રાડેમાં 633ન લાઈફ હાઈ બનાવ્યો છે. એક અઠવાડિયામાં શેરમાં 14.4 ટકા અને બે અઠવાડિયામાં 16.7 ટકાનો ઉછાળો આવ્યો છે. 

(અહેવાલ સાભાર- સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ હિન્દી)

Disclaimer: અહીં સ્ટોકમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના પોતાના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news