રિસ્ક હૈ તો ઈશ્ક હૈ! માર્કેટ પંડિતોએ કહ્યું આ 6 શેરોમાં કરો રોકાણ, સરભર કરી દેશે બધુ નુક્સાન

Stock Market: બ્રોકરેજ કંપનીઓએ જે છ શેરો ખરીદવાની સલાહ આપી છે તેમાં ટ્રેન્ટ અને ઇન્ફોસિસના શેરનો પણ સમાવેશ થાય છે, ચાલો જાણીએ કે બ્રોકરેજ હાઉસ આ શેરો કેટલે પહોંચવાની આગાહી કરી રહ્યાં છે. 

રિસ્ક હૈ તો ઈશ્ક હૈ! માર્કેટ પંડિતોએ કહ્યું આ 6 શેરોમાં કરો રોકાણ, સરભર કરી દેશે બધુ નુક્સાન

Stocks To Buy- શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે એટલે કે ગુરુવારે બપોરે 12:55 વાગ્યે સેન્સેક્સ 282 પોઈન્ટના વધારા સાથે 76888 પર ટ્રેડ કરી રહ્યો હતો. બ્રોકરેજ ફર્મ્સ જેફરીઝ અને મોર્ગન સ્ટેનલીએ હવે રોકાણકારોને કેટલાક શેરોમાં નાણાં રોકવાની સલાહ આપી છે. બ્રોકરેજનું માનવું છે કે આવનારા સમયમાં રોકાણકારો આ શેરોમાંથી સારી આવક મેળવી શકે છે.

બ્રોકરેજ કંપનીઓએ જે છ શેરો ખરીદવાની સલાહ આપી છે તેમાં ટ્રેન્ટ અને ઇન્ફોસિસના શેરનો પણ સમાવેશ થાય છે, ચાલો જાણીએ કે બ્રોકરેજ હાઉસ આ શેરો કેટલે પહોંચવાની આગાહી કરી રહ્યાં છે. 

વૈશ્વિક બ્રોકરેજ ફર્મ જેફરીઝે GMR એરપોર્ટના શેર ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજે આ શેરનો ટાર્ગેટ પ્રાઈઝ 100 નક્કી કર્યો છે. બ્રોકરેજનું કહેવું છે કે NCLTએ GIL સાથે GMR એરપોર્ટના મર્જરને મંજૂરી આપી દીધી છે. તબક્કાવાર કરવામાં આવનાર આ મર્જરની કંપનીના શેર પર સારી અસર દેખાશે. 

બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ ટ્રેન્ટ શેર્સને 'બાય' રેટિંગ આપ્યું છે. બ્રોકરેજે આ શેરને રૂ. 4,812ના ટાર્ગેટ પ્રાઈઝ સાથે ખરીદવાની સલાહ આપી છે.  બ્રોકરેજ આ સ્ટોક પર તેજીનો અંદાજ ધરાવે છે, જુડિયો ભારતની સૌથી મોટી લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સમાં એક છે. 

મોર્ગન સ્ટેનલીએ રોકાણકારોને ઈન્ફોસિસના શેર ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજે તેનો ટાર્ગેટ પ્રાઈઝ રૂ. 1,650 નક્કી કર્યો છે. બ્રોકરેજ કહે છે કે તાજેતરના ક્વાર્ટરમાં મળેલા સોદા હવે રેવન્યુમાં પરાવર્તિત થઈ રહ્યા છે. કંપનીએ પ્રોજેક્ટ મૈક્સિમસમાં ભરોસો દેખાડ્યો છે, જે નાણાકીય વર્ષ 2025 માટે કંપનીના માર્જિન આઉટલૂકને સપોર્ટ કરશે.

મોર્ગન સ્ટેન્લી પણ ચોલા ફાઇનાન્સના શેર પર તેજીનો અંદાજ ધરાવે છે અને તેમણે કહ્યું છે કે આ સ્ટોક રૂ. 1,350 સુધી જઈ શકે છે. બ્રોકરેજનું કહેવું છે કે મેનેજમેન્ટને વ્હીકલ ફાઇનાન્સ તેમજ ઓવરઓલ લોન બુકમાં 25%ના દરે વૃદ્ધિ થવાની અપેક્ષા છે.

મોર્ગન સ્ટેનલીએ પણ એસ્ટ્રલ  (Astral) શેરને 'સમાન' રેટિંગ આપ્યું છે અને આ શેરની ટાર્ગેટ પ્રાઈઝ રૂ 2016 નક્કી કરી છે. બ્રોકરેજનું કહેવું છે કે પીવીસીના ભાવમાં વધારો અને પાઇપ બિઝનેસના મજબૂત વોલ્યુમને કારણે કંપનીના શેરમાં વધારો થઈ શકે છે.

મોર્ગન સ્ટૈનલીએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસિસ (M & M Financial Services)ને  ‘Equal-Weight’રેટિંગ આપ્યું છે અને તેનો ટાર્ગેટ પ્રાઈઝ રૂ. 280 પ્રતિ શેર નક્કી કર્યો છે. બ્રોકરેજ કહે છે કે મેનેજમેન્ટ નાણાકીય વર્ષ 25માં ક્રેડિટ કોસ્ટ ગ્રોથ 1.2% - 1.4% અને ફી આવકથી આવક વૃદ્ધિમાં 15-20 બેસિસ પોઈન્ટ સુધારો થવાનો અંદાજ છે.

(Disclaimer: અહીં દર્શાવેલ સ્ટોક્સ બ્રોકરેજ હાઉસની સલાહ પર આધારિત છે. જો તમે નાણાંનું રોકાણ કરવા માંગતા હો, તો પહેલાં ઓથોરાઈઝ્ડ રોકાણ સલાહકારની સલાહ લો. તમારા કોઈપણ નફા કે નુકસાન માટે Zee24 kalak જવાબદાર નથી. )

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news