Stock Market Opening: કડાકામાંથી બહાર આવ્યું બજાર, સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા, આ કંપનીના શેરમાં તેજી
Stock Market Live Update: વૈશ્વિક બજારમાંથી મળેલા હકારાત્મક સંકેતોના પગલે ગુરુવારે આજે ભારતીય શેરબજારના પ્રમુખ સૂચકઆંક ગઈ કાલના કડાકાને બાજુમાં મૂકી આજે લીલા નિશાન સાથે ખુલ્યા. ટ્રેડિંગની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને તેજીમાં જોવા મળ્યા. ચાર દિવસની તેજી બાદ બુધવારે વેચાવલીના પગલે શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. આજે સવારે બજાર ખુલતા જ સેન્સેક્સ 107.4 અંકની તેજી સાથે 60,454.37 ના સ્તરે ખુલ્યો.
Trending Photos
Stock Market Live Update: વૈશ્વિક બજારમાંથી મળેલા હકારાત્મક સંકેતોના પગલે ગુરુવારે આજે ભારતીય શેરબજારના પ્રમુખ સૂચકઆંક ગઈ કાલના કડાકાને બાજુમાં મૂકી આજે લીલા નિશાન સાથે ખુલ્યા. ટ્રેડિંગની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને તેજીમાં જોવા મળ્યા. ચાર દિવસની તેજી બાદ બુધવારે વેચાવલીના પગલે શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો. આજે સવારે બજાર ખુલતા જ સેન્સેક્સ 107.4 અંકની તેજી સાથે 60,454.37 ના સ્તરે ખુલ્યો. જ્યારે નિફ્ટી પણ 33 અંકના વધારા સાથે 18,046.35 ના સ્તરે ખુલ્યો. હાલ ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંને તેજીમાં જોવા મળી રહ્યા છે.
ટોપ ગેઈનર્સ
નિફ્ટીના ટોપ ગેઈનર્સમાં મારુતિ સુઝૂકી, આઈશર મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, કોઈલ ઈન્ડિયા, લાર્સનના શેર હાલ જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં મારુતિ સુઝૂકી, આઈસીઆઈસીઆઈ બેંક, એનટીપીસી, લાર્સન, એમ&એમના શેર જોવા મળ્યા છે.
ટોપ લૂઝર્સ
નિફ્ટી ટોપ લૂઝર્સમાં હિન્દાલ્કો, ઈન્ફોસિસ, સિપ્લા, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વના શેર જોવા મળે છે જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંકના શેર જોવા મળી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે