શેર બજારમાં લાંબી છલાંગ, સેન્સેક્સ 63 હજારને પાર, 5 દિવસમાં ઈન્વેસ્ટરોએ કરી 5 લાખ કરોડની કમાણી

તમને જણાવી દઈએ કે વૈશ્વિક બજારોમાં મજબૂતીને કારણે ભારતીય શેર બજારમાં પણ મોટો ઉછાળ જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારા સાથે બંધ થયા છે. જેનાથી રોકાણકારોને મોટો ફાયદો થયો છે. 
 

શેર બજારમાં લાંબી છલાંગ, સેન્સેક્સ 63 હજારને પાર, 5 દિવસમાં ઈન્વેસ્ટરોએ કરી 5 લાખ કરોડની કમાણી

નવી દિલ્હીઃ ભારતીય શેર બજારમાં સતત તેજી જોવા મળી રહી છે. તેના કારણે બીએસઈ સેન્સેક્સ બુધવારે 63 હજારને પાર પહોંચી ગયો છે. બજાર બંધ થવા પર બીએસઈ સેન્સેક્સ 350.08 પોઈન્ટના વધારા સાથે 63,142.96  પોઈન્ટ પર બંધ થયો છે. આ રીતે એનએસઈ નિફ્ટીમાં 127.40 પોઈન્ટની તેજી જોવા મળી છે. નિફ્ટી 18,726.40 પોઈન્ટ પર પહોંચી ગઈ છે. શેર બજારમાં ચાલી રહેલી તેજીને કારણે રોકાણકારોને મોટો ફાયદો થયો છે. ઈન્વેસ્ટરોની સંપત્તિ છેલ્લા 5 દિવસમાં આશરે 5 લાખ કરોડ વધી ગઈ છે. હકીકતમાં 1 જૂન બાદ બજાર બંધ થયું તો બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટાલાઇઝેશન 2.84 કરોડ રૂપિયા હતું, જે 7 જૂને બજાર બંધ થવા પર વધીને 2.89 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ રીતે રોકાણકારોને આશરે 5 લાખ કરોડ રૂપિયાનો નફો થયો છે. 

તમને જણાવી દઈએ કે વૈશ્વિક બજારોમાં મજબૂતીના વલણ વચ્ચે બુધવારે શેર બજાર પણ વધારા સાથે ખુલ્યું હતું. બીએસઈના 30 શેરવાળા સેન્સેક્સ શરૂઆતી કારોબારમાં 235.1 પોઈન્ટના વધારા સાથે 63,027.98 પોઈન્ટ પર ખુલ્યો હતો. સેન્સેક્સની કંપનીઓમાં નેસ્લે, પાવર ગ્રિડ, એલએન્ડટી, એક્સિસ બેન્ક, હિંદુસ્તાન યુનિલીવર, ઈન્ફોસિસ, અલ્ટ્રાટેક સીમેન્ટ, વિપ્રો, ઇન્ડસઇન્ડ બેન્ક અને ટીસીએસના શેર ગ્રીન કલરમાં કારોબાર કરી રહ્યાં હતા. તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ફાયનાન્સ, મારૂતિ અને કોટક બેન્કમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

સેન્સેક્સમાં સામેલ કંપનીઓની સ્થિતિ

Sensex

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news