સોનું ખરીદવા માંગતા લોકો માટે ખાસ સમાચાર, જાણો આજનો સોના-ચાંદીનો નવો ભાવ

આજે 22 કેરેટ ગોલ્ડનો ભાવ પ્રતિ 10 ગ્રામે 47,650 રૂપિયા સાથે ખુલ્યો. પરંતુ ચાંદીના ભાવમાં આજે પણ ઘટાડો રહ્યો.

સોનું ખરીદવા માંગતા લોકો માટે ખાસ સમાચાર, જાણો આજનો સોના-ચાંદીનો નવો ભાવ

Gold Silver Price Today: આજે સોનાના ભાવ વધારા સાથે ખુલ્યા. દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે સરેરાશ 51,990 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામે ભાવ 47,650 રૂપિયા છે. ચાંદીની વાત કરવામાં આવે તો, આજે પણ ચાંદીના ભાવ ઘટ્યા છે. પ્રતિ કિલોએ સરેરાશ ભાવ 60.200 રૂપિયા છે.

22 કેરેટ ગોલ્ડ:
-જ્યારે 22 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામે ભાવ 47,650 રૂપિયા સાથે ખુલ્યો છે. સોનાનો આજનાં ભાવમાં ગઈકાલ કરતા 200 રૂપિયાનો વધારો છે.

24 કેરેટ ગોલ્ડ:
-24 કેરેટ સોનાની વાત કરવામાં આવે તો 10 ગ્રામની કિંમત 51,990 રૂપિયા છે. 24 કેરેટ સોનાનાં ભાવમાં ગઈકાલ સાથે 230 રૂપિયાનો વધારો છે.

મુખ્ય શહેરોમાં સોનાનો ભાવ:
લખનઉઃ 47,800 (22 કેરેટ), 52,140 (24 કેરેટ)
દિલ્લીઃ 47,650 (22 કેરેટ), 51,990 (24 કેરેટ)
પટનાઃ 47,680 (22 કેરેટ), 52,070 (24 કેરેટ)
જયપુરઃ 47,800 (22 કેરેટ), 52,140 (24 કેરેટ)
ચેન્નાઈઃ 47,700 (22 કેરેટ), 52,040 (24 કેરેટ)
કોલકત્તાઃ 47,650 (22 કેરેટ), 51,990 (24 કેરેટ)
મુંબઈઃ 47,650 (22 કેરેટ), 51,990 (24 કેરેટ)

ચાંદીનો ભાવ:
આજે ચાંદીના ભાવમાં ફરી ઘટાડો જોવા મળ્યો. ચાંદીનો ભાવ 60,200 રૂપિયા પ્રતિ કિલો સાથે ખુલ્યો. ચાંદીના ભાવમાં ગઈકાલની સરખામણીએ 300 રૂપિયા ઘટ્યા.  
મુખ્ય શહેરોની વાત કરવામાં આવે તો મુંબઈ, દિલ્લી, લખનઉ, જયપુર અને પટનામાં પ્રતિ કિલો ચાંદીનો ભાવ 60,200 રૂપિયા છે. જ્યારે ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલોરમાં ચાંદી 66,000 રૂપિયે પ્રતિ કિલો છે.

ધ્યાન રાખો:
સોના-ચાંદીના દર્શાવેલા ભાવ સાંકેતિક છે અને તેમાં GST તથા અન્ય ચાર્જિસને ગણવામાં નથી આવ્યા. ભાવ માટે પોતાના સ્થાનિક જ્લેવરનો સંપર્ક સાધો
- સોનાનાં દાગીના પર હોલમાર્ક ફરજિયાત છે પરંતુ આ માટે કોઈ અલગથી ભાવ વસૂલવામાં નથી આવતા. હંમેશા હોલમાર્કિંગવાળા જ દાગીના ખરીદવાનો આગ્રહ રાખો કારણકે તે ગુણવત્તાની ગેરંટી આપે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news