IT Sector તૂટતાં ધડામ દઇને પછડાયું શેર બજાર, રોકાણકારો થયું 1.9 કરોડનું નુકસાન

Share Market Crash: આજે દિવસના કારોબાર બાદ સેન્સેક્સ (BSE Sensex) 887.64 પોઈન્ટ એટલે કે 1.31 ટકાના ઘટાડા સાથે 66,684.26 ના સ્તર પર બંધ થયો છે. આઈટી શેરોએ આજે ​​બજારમાં હાહાકાર મચાવ્યો છે.

IT Sector તૂટતાં ધડામ દઇને પછડાયું શેર બજાર, રોકાણકારો થયું 1.9 કરોડનું નુકસાન

Stock Market Closing: રેકોર્ડ તેજી બાદ આજે શેરબજાર (Share Market) માં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. આઈટી શેરોએ આજે ​​બજારમાં હાહાકાર મચાવ્યો છે. આજે દિવસના કારોબાર બાદ સેન્સેક્સ (BSE સેન્સેક્સ) 887.64 પોઈન્ટ એટલે કે 1.31 ટકાના ઘટાડા સાથે 66,684.26 ના સ્તર પર બંધ થયો છે. આ સિવાય નિફ્ટી પણ 234.15 પોઈન્ટ એટલે કે 1.17 ટકા ઘટીને આજે 19,745.00 ના સ્તરે બંધ થયો છે.

માર્કેટ કેપમાં રૂ. 1.86 લાખ કરોડનો ઘટાડો થયો છે
તમને જણાવી દઈએ કે 6 દિવસની તેજી બાદ માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. આજે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. 1.86 લાખ કરોડ થઈ ગઈ છે. 21 જુલાઈએ બજાર બંધ થયા બાદ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને 302.18 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે, જે 20 જુલાઈના રોજ 304.04 લાખ કરોડ રૂપિયા હતું.

ઈન્ફોસિસ 8 ટકા ગગડ્યો
આજના ઘટાડા વચ્ચે ઓટો અને બેન્કિંગ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. આ સિવાય આઈટી સેક્ટરમાં સૌથી વધુ ઘટાડો થયો છે. આજે ઈન્ફોસિસ 8 ટકાથી વધુ ગબડ્યું છે, ત્યાર બાદ ઈન્ફોસિસ ટોપ લૂઝર રહી છે.

કયા શેરોમાં ઘટાડો થયો?
ઇન્ફોસિસ ઉપરાંત આજે HUL, હિન્દુસ્તાન યુનિલિવર, રિલાયન્સ, વિપ્રો, TCS, ટેક મહિન્દ્રા, M&M, JSW સ્ટીલ, IndusInd Bank, HDFC Bank, Axis Bank, ITC, Titan, Tata Steel, Asian Paints, Bajaj Finserv, Bajaj Finance, Power ગ્રીડ અને નેસ્લેના શેરમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે.

LT રહ્યો ટોપ ગેઇનર
ખરીદવાના શેરોની વાત કરીએ તો, LT 3 ટકાના વધારા સાથે ટોપ ગેઇનર રહ્યો છે. આ સિવાય એનટીપીસી, એસબીઆઈ, કોટક બેંક, ટાટા મોટર્સ, ICICI Bank, સન ફાર્મા, મારુતિ અને ભારતી એરટેલના શેરમાં વધારો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news