બંપર બઢત સાથે શેર બજાર થયું બંધ, સેન્સેક્સ 629 પોઈન્ટ મજબૂત

બંપર બઢત સાથે શેર બજાર થયું બંધ, સેન્સેક્સ 629 પોઈન્ટ મજબૂત

શક્તિકાંત દાસે આરબીઆઇના નવા ગર્વનર તરીકે કાર્યભાર સંભાળી લેતાં ઉત્સાહિત શેર બજારમાં બંપર બઢત સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજના 31 સંવેદી ઈન્ડેક્સ 629.06 પોઈન્ટ (1.79%)ની મોટા ઉછાળા સાથે 35,779.07 પર બંધ થયો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ 50 શેરોના સંવેદી ઈન્ડેક્સ નિફ્ટી 188.45 પોઈન્ટ (1.79%)ની તેજી સાથે 10,737.60 પર બંધ થયો. આરબીઆઇના નવા ગર્વનરની નિયુક્તિથી બજારમાં ખુશીના માહોલનો અંદાજો લગાવી શકાય છે કે સેન્સેક્સના બધા 31 શેરો ખરીદી થઇ જ્યાએ નિફ્ટીના પણ 50માંથી 46 શેરોના ભાવ વધ્યા. તો બીજી તરફ નિફ્ટીના બધા સેક્ટોરલ ઇંડિસેઝ ગ્રીન ઝોનમાં બંધ થયા. 

બુધવારે દિવસ દરમિયાન કારોબારમાં સેન્સેક્સ પર લાંબી છલાંગ લગાવનાર ટોપ 10 શેરોમાં હીરો મોટોકોર્પ, (7.01%), ભારતી એરટેલ (6.69%), યસ બેંક (5.30%), અદાણી પોર્ટ (4.90%), ટાટા મોટર્સ ડીવીઆર (4.07%), ટાટ સ્ટીલ (3.75%), બજાજ ઓટો (3.70%), ટાટા મોટર્સ (3.60%), મહિંદ્વા એન્ડ મહિંદ્વા (3.59%) અને વેદાંતા (3%) સામેલ છે. 

તો બીજી તરફ નિફ્ટી પર ભારતી એરટેલના શેર 7.15%, ઇંડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સના 6.9!%, હીરો મોટોકોર્પના 6.88%, અદાણી પોર્ટ્સના 5.37%, યૂપીએલના 5.02%, યસ બેંકના 4.86%, આઇશર મોટર્સના 4.43%, ટાટા સ્ટીલના 3.99%, મહિંદ્વા એન્ડ મહિંદ્વાના 3.90% અને ટાટા મોટર્સના શેર 3.73% સુધી ચઢ્યા હતા. 

નિફ્ટી પર જે ચાર શેરોમાં વેચાવલી થઇ, તેમાં ડો. રેડ્ડી 4.38%, ઈન્ફ્રાટેલ 0.77%, હિંદુસ્તાન પેટ્રોલિયમ 0.55% અને ટાઇટન 0.39% નબળા પડ્યા. આ પહેલાં બુધવારે સવારે બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઇ)ના 31 શેરોના સંવેદી ઈન્ડેક્સ સેન્સેક્સ 127.83 પોઈન્ટ એટલે કે 0.36% ના ઉછાળા સાથે 35,277.84 પર ખુલ્યો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 શેરોના સંવેદી ઈન્ડેક્સ નિફ્ટી 41.85 પોઈન્ટ એટલે કે 0.40% ની તેજી સાથે 10,591 પર ખુલ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news