ઓટો કંપની નબળા પ્રદર્શનના લીધે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 272 અને નિફ્ટી 90 પોઈન્ટ તૂટ્યો
Trending Photos
ઓટોમોબાઇલ કંપનીઓના નબળા પ્રદર્શનથી કારોબારી સપ્તાહના લીધે પહેલા દિવસે સોમવારે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું. બીએસઇના 31 કંપનીઓના શેરો પર આધારી સંવેદી સૂચકાંક સેન્સેક્સ 271.92 પોઈન્ટ એટલે કે 0.76 ટકાના ઘટાડા સાથે 35,470.15 પર બંધ થયો. પરંતુ બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના 50 કંપનીઓના શેરો પર આધારિત સંવેદી સૂચકાંક નિફ્ટી 90.50 પોઈન્ટ એટલે 0.84 ટકાના ઘટાડા સાથે 10,663.50 બંધ થયો.
દિવસભરના ટ્રેંડમાં બીએસઇની છ કંપનીઓના શેરોમાં લેવાલી, જ્યારે 25 કંપનીઓમાં વેચાવલી જોવા મળી. તો બીજી તરફ એનએસઇ પર 14 કંપનીઓના શેર ગ્રીન નિશાન પર, જ્યારે 36 કંપનીઓના શેર લાલ નિશાન પર બંધ થયા. બિઝનેસ દરમિયાન સેન્સેક્સે 35,910.67 ના ઉપરી સ્તર, તો 35,423.24 ના નીચલા સ્તરને અડક્યો હતો. જ્યારે નિફ્ટીએ 10,782.30 ના ઉપરી સ્તર, તો 10,649.25 ના નીચલા સ્તરને અડક્યો.
બીએસઇ પર મહિંદ્વા એન્ડ મહિંદ્વાના શેરમાં 1.03 ટકા, ટીસીએસના શેરમાં 0.96 ટકા, કોટક બેંકના શેરમાં 0.84 ટકા, ઇન્ફોસિસના શેરમાં 0.51 ટકા, ભારતી એરટેલના શેરમાં 0.49 ટકા અને એસબીઆઇના શેરમાં 0.39 ટકાની તેજી નોંધાઇ હતી. તો બીજી તરફ હીરો મોટોકોર્પના શેરમાં 4.27 ટકા, બજાજ ઓટોમાં 3.11 ટકા, એનટીપીસીમાં 2.55 ટકા, એચડીએફસીમાં 2.44 ટકા અને ટાટા મોટર્સ ડીવીઆરમાં 2.24 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
તમારા સપનાનું ઘર થશે સસ્તુ, હવે GST 12થી ઘટીને થશે આટલો
તો બીજી તરફ એનએસઇ પર ભારતી ઇંફ્રાટેલ લિમિટેડના શેરમાં 1.94 ટકા, ટીસીએસમાં 1.38 ટકા, વિપ્રોમાં 1.23 ટકા, મહિંદ્વા એન્ડ મહિંદ્વામાં 0.90 ટકા અને કોટક બેંકના શેરમાં 0.88 ટકાનો ઉછાળો જોવા મળ્યો. તો બીજી તરફ જેએસડબ્લ્યૂ સ્ટીલના શેરમાં 5.16 ટકા, હીરો મોટોકોર્પમાં 4.76 ટકા, આઇઓસીમાં 3.11 ટકા, બજાજ ઓટોમાં 2.86 ટકા, જ્યારે હિંડાલ્કોના શેરમાં 2.77 ટકાનો ઘટાડો નોંધાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે