આ એરલાઇન્સના પાયલોટ્સને નહીં મળે બે મહિનાનો પગાર, જાણો કેમ....
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર દેખાઇ રહી છે. એરલાઇન્સ પણ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. ફ્લાઇટ્સની કામગીરી બંધ થવાથી કંપનીઓ પાસે તેમના કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પૂરતી રોકડ નથી. દેશની પ્રમુખ એરલાઇન્સમાંની એક સ્પાઇસ જેટએ બુધવારે જાહેરાત કરી છે કે તે તેના પાયલોટને બે મહિનાનો પગાર નહીં આપે. ફક્ત તે જ પાયલોટ કે જેઓ કાર્ગો ફ્લાઇટ્સનું સંચાલન કરી રહ્યા છે તેઓને કલાકો દ્વારા ચુકવણી કરવામાં આવશે.
16 ટકા વિમાનની કામગીરી
સ્પાઈસ જેટની ફ્લાઇટ ઓપરેશનના વડા ગુરુચરણ અરોરાએ પાઇલટ્સને એક ઈ-મેલ મોકલ્યો છે જેમાં કહ્યું છે કે, આજની તારીખમાં ફક્ત 16 ટકા વિમાન અને 20 ટકા પાયલોટ ઉડાન ભરી રહ્યા છે. તે માટે, કંપની તેના પાંચ કાર્ગો વિમાન અને મુસાફરી વિમાનની સટીનો ઉપયોગ પણ કાર્ગો રાખવા માટે કરી રહી છે. કંપની પાસે હાલમાં 116 વિમાન અને 5 માલવાહક વિમાન છે.
25 માર્ચથી છે લોકડાઉન
કોરોના વાયરસને કારણે દેશભરમાં 25 માર્ચથી લોકડાઉન છે. જેના કારણે, તમામ પ્રકારના પેસેન્જર વિમાનોનું સંચાલન સંપૂર્ણ રીતે બંધ છે. અરોરાએ પોતાના મેલમાં વધુમાં લખ્યું છે કે પાયલોટને એપ્રિલ અને મે 2020માં કોઈ પગાર મળશે નહીં. પાયલોટ કે જેઓ કાર્ગો વિમાનોનું સંચાલન કરી રહ્યા છે તેમને કલાક દીઠ ચુકવણી કરવામાં આવશે. આ સિવાય કંપનીએ લખ્યું હતું કે જો આગામી સમયમાં લોકડાઉન વધશે તો તેઓ કાર્ગો વિમાનોમાં 50 ટકાનો વધારો કરશે. આ સાથે, તમામ પાયલોટને વિમાન ઉડવા માટે બોલાવવામાં આવશે.
12 હજારને બહાર કરેશ બ્રિટીશ એરવેઝ
બ્રિટિશ એરવેઝ (British Airways) રીસ્ટ્રક્ચરિંગ અંતર્ગત 12,000 નોકરીઓને દૂર કરવાની તૈયારીમાં છે. બ્રિટિશ એરવેઝની પેરેન્ટ કંપની આઈએજીએ આ વાત કહી છે. ફર્મે કહ્યું કે તે વિવિધ વિકલ્પો પર વિચારણા કરી રહી છે પરંતુ સંભવ છે કે બ્રિટીશ એરવેઝના મોટાભાગના કર્મચારીઓને અસર થશે અને આ સંખ્યા 12,000 સુધી થઈ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે