Post Office માં એક વર્ષની FD પર મળી રહ્યું છે આટલું વ્યાજ, જાણો 5 સૌથી મોટી બેંકોમાં કેટલું મળે છે રિટર્ન!

Post Office Fixed Deposit: બેંકોએ એફડીના વ્યાજદરોમાં વધારો કર્યો પછી પણ પોસ્ટઓફિસ ઓફડી અને બેંકની એફડીમાં રોકાણ કરવાને લઈને ગ્રાહકો હંમેશાં મંઝૂવણમાં રહે છે. અહીં તમને પોસ્ટ ઓફિસ અને દેશની મોટી બેંકો દ્વારા ઓફર કરવામાં આવેલા વ્યાજદરો વિશે જણાવીશું.

Post Office માં એક વર્ષની FD પર મળી રહ્યું છે આટલું વ્યાજ, જાણો 5 સૌથી મોટી બેંકોમાં કેટલું મળે છે રિટર્ન!

Post Office Fixed Deposit: આજકાલ મોટાભાગના લોકો પોતાના રૂપિયાનું સેવિંગ એફડીમાં કરતા હોય છે, પરંતુ હાલ એફડીમાં પણ સારું એવું રિટર્ન મળી રહ્યું નથી. ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટ વધારવાની જાહેરાત બાદ દેશની સૌથી મોટી બેંકોએ એફડીના વ્યાજદરોમાં વધારો કર્યો છે. જેણા કારણે તેનો સીધો લાભ ગ્રાહકોને મળ્યો છે. હવે તમારા મનમાં સવાલ થશે કે કંઈ મોટી બેંકો ગ્રાહકોને એફડી પર વધુ રિટર્ન ઓફર કરી રહી છે. તો અમે તમને જણાવીશું.

બેંકોએ એફડીના વ્યાજદરોમાં વધારો કર્યો પછી પણ પોસ્ટઓફિસ ઓફડી અને બેંકની એફડીમાં રોકાણ કરવાને લઈને ગ્રાહકો હંમેશાં મંઝૂવણમાં રહે છે. અહીં તમને પોસ્ટ ઓફિસ અને દેશની મોટી બેંકો દ્વારા ઓફર કરવામાં આવેલા વ્યાજદરો વિશે જણાવીશું. આ વ્યાજદર 1 વર્ષની સમય મર્યાદાની એફડી પર ઓફર કરવામાં આવે છે.

પોસ્ટ ઓફિસની એફડી સ્કીમમાં રોકાણ કરવાથી ગ્રાહકોને સારું રિટર્ન મળે છે તેમાં કોઈ બેમત નથી. પોસ્ટ ઓફિસની એફડી સ્કીમમાં 1 વર્ષ સુધીનું રોકાણ કરવાથી તમને 5.5 ટકાનું રિટર્ન મળશે. 1,000 રૂપિયાના રોકાણ પર પોસ્ટ ઓફિસમાં તમે એફડી કરાવી શકો છે. જ્યારે 5 વર્ષ સુધીની એફડી પર બેંકમાં તમને 6.70 ટકા સુધીનું વ્યાજ મળશે.

દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક એટલે કે બેંક ઓફ ઈન્ડિયા પોતાના ગ્રાહકોને 1 વર્ષથી ઓછા મહિનાઓની એફડી પર 4.90 અને 1 અને 2 વર્ષ સુધીની એફડી પર 5.10 ટકા વ્યાજ દર પોતાના ગ્રાહકોને ઓફર કરે છે.

દેશમાં મોટા પ્રાઈવેટ સેક્ટરની બેંક HDFC બેંક પોતાના ગ્રાહકોને 1 વર્ષ સુધીની એફડી પર 5.10 ટકા સુધીનું વ્યાજદર ઓફર કરી રહી છે. દેશની બીજી સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક એટલે કે પંજાબ નેશનલ બેંક પોતાના ગ્રાહકોને 1 વર્ષ સુધીની એફડી પર 5.10 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

બેંક ઓફ બરોડા પોતાના ગ્રાહકોને 1 વર્ષ સુધીની એફડી પર 5 ટકાનું રિટર્ન આપે છે. ICIC બેંકની વેબસાઈટમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર 2 કરોડથી ઓછીની એફડી પર બેંક 1 વર્ષની સમય મર્યાદામાં લગભગ 5.10 ટકા વ્યાજ દર ઓફર કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news