કેન્દ્ર સરકાર આપી રહી છે 50 લાખ રૂપિયા જીતવાની તક, જીતવી પડશે આ GRAND ICT ચેલેન્જ
કેન્દ્ર સરકારે લોકોને 50 લાખ રૂપિયા જીતવાની તક આપી છે. આ ઇનામની રકમને જીતવા માટે લોકોને એક ગ્રાંડ આઇસીટી ચેલેન્જ સ્પર્ધામાં ભાગ લેવો પડશે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લોકોને 50 લાખ રૂપિયા જીતવાની તક આપી છે. આ ઇનામની રકમને જીતવા માટે લોકોને એક ગ્રાંડ આઇસીટી ચેલેન્જ સ્પર્ધામાં ભાગ લેવો પડશે. આ ચેલેન્જને જીતવા માટે લોકોને જલાપૂર્તિ અને તેના મોનિટરિંગ સિસ્ટમને ડેવલોપ કરવી પડશે. આ સિસ્ટમ ગામમાં લગાવવી જોઇએ.
રાષ્ટ્રીય જલ જીવન મિશને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલય (Meity) સાથે મળીને આ ચેલેન્જને શરૂ કરી છે. સ્માર્ટ પાણી પુરવઠા માપન અને મોનિટરિંગ સિસ્ટમ (Smart Water Supply Measurement and Monitoring System)ને ડિઝાઇન કરવા માટે ભારતીય સ્ટાર્ટ-અપ, સૂક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગ (MSME) અને અન્ય ભારતીય કંપનીઓ ભાગ લઇ શકે છે.
આટલી છે ઇનામની રકમ
આ ચેલેન્જમાં પહેલાં સ્થાન પર આવનાર ટીમ અથવા પછી વ્યક્તિને 50 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. સ્પર્ધામાં બીજા નંબર પર આવનારને 20 લાખ રૂપિયા ઇનામ મળશે. તો બીજી તરફ સફળ ડેવલોપર્સને તેમની આગળના કામને પુરા કરવા માટે એમઇઆઇટીવાઇ સમર્થિત ઇનક્યૂબેટર/સીઓઇમાં સામેલ થવાનો અવસર આપવામાં આવશે. તેનાથી આત્મનિર્ભર ભારત, ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાને વધુ પ્રોત્સાહન મળશે, આઇસીટી ગ્રાંડ ચેલેન્જ સાથે જોડાયેલી ડીટેલ તમને આ વેબસાઇટ https://jjm.gov.in/ પર મળી જશે.
100 ગામથી થશે શરૂઆત
2024 સુધી દરેક ગ્રામીણ પરિવારને પાણીના નળ કનેક્શન આપવાના છે. આ યોજના હેઠળ ગામમાં દરેક ઘરને ચોખ્ખું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સ્કીમની મોનિટરિંગ કરવા અને સારી ક્વોલિટીની સર્વિસ આપવા માટે ઓટોમેટિક ડેટા કલેક્શન અને તેનું એનાલિસસ કરવામાં આવશે. વોટર સપ્લાઇની પુરી વ્યવસ્થાને ડિજિટલ કરતાં ઘણી સમસ્યાનો અંત આવી જશે. જળ જીવન મિશન પ્રોજેક્ટ દેશને 100 ગામમાં શરૂ કરવામાં આવશે. ત્યારબાદ અન્ય ગામમાં લાગૂ કરવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે