5 બોનસ શેર આપવાની તૈયારીમાં આ સ્મોલકેપ કંપની, 10 મહિનામાં 473% વધી ગયા કંપનીના શેર

ઈસ્ટર્ન લોજિકા ઈન્ફોવે પોતાના ઈન્વેસ્ટરોને 5:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની તૈયારીમાં છે. એટલે કે કંપની દર શેર પર 5 શેર બોનસ આપશે. છેલ્લા 10 મહિનામાં કંપનીના શેરમાં 470 ટકાની તેજી આવી છે.
 

5 બોનસ શેર આપવાની તૈયારીમાં આ સ્મોલકેપ કંપની, 10 મહિનામાં 473% વધી ગયા કંપનીના શેર

નવી દિલ્હીઃ સ્મોલકેપ કંપની ઈસ્ટર્ન લોજિકા ઈન્ફોવે પોતાના ઈન્વેસ્ટરોને મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. સ્પેશિયલિટી રિટેલ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ઈસ્ટર્ન  લોજિકા ઈન્ફોવે (Eastern Logica Infoway)એ ઈન્વેસ્ટરોને 5:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની ભલામણ કરી છે. એટલે કે કંપની દર શેર પર 5 બોનસ શેર આપશે. આ પ્રથમવાર હશે જ્યારે કંપની પોતાના રોકાણકારોને બોનસ શેર આપશે. ઈસ્ટર્ન લોજિકા ઈન્ફોવેનો આઈપીઓ પાછલા વર્ષે જાન્યુઆરીમાં આવ્યો હતો અને ત્યારબાદ કંપનીના સ્ટોકો શાનદાર રિટર્ન આપ્યું છે.

10 જાન્યુઆરીએ છે કંપનીની બેઠક
ઈસ્ટર્ન  લોજિકા ઈન્ફોવે (Eastern Logica Infoway)એ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ઓર્ડિનરી જનરલ મીટિંગ શનિવાર 10 ફેબ્રુઆરીએ થવાની છે. કંપની આ બેઠકમાં બોનસ શેર ઈશ્યૂ કરવાને મંજૂરી આપી શકે છે. બેઠકમાં બોનસ શેરની રેકોર્ડ ડેટની પણ જાહેરાત થઈ શકે છે. ઈસ્ટર્ન લોજિકા ઈન્ફોવે, ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સની રિટેલિંગ કરે છે. કંપની કમ્પ્યુટર્સ, લેપટોપ્સ, ટેબલેટ્સ, મોનિટર્સ, પ્રિન્ટર્સ, હાર્ડ ડિસ્ક, સ્કેનર્સ, મોબાઈલ ફોન, સ્પીકર્સ, હેડસેટ, પાવર બેન્ક, કીબોર્ડ અને બીજી એક્સેસરીઝ ઓપર કરે છે. 

10 મહિનામાં શેરમાં 473 ટકાની તેજી
ઈસ્ટર્ન લોજિકા ઈન્ફોવેનો આઈપીઓ 5 જાન્યુઆરી 2023ના ઓપન થયો હતો અને 9 જાન્યુઆરી સુધી ઓપન રહ્યો હતો. કંપનીનો આઈપીઓ 225 રૂપિયાના ભાવ પર આવ્યો હતો. કંપનીના શેર 17 જાન્યુઆરી 2023ના 270 રૂપિયા પર લિસ્ટ થયા હતા. તો છેલ્લા 10 મહિનામાં ઈસ્ટર્ન લોજિકા ઈન્ફોવેના શેરમાં જબરદસ્ત તેજી આવી છે. કંપનીના શેર 10 મહિનામાં 473 ટકા વધી ગયા છે. ઈસ્ટર્ન લોજિકા ઈન્ફોવેના શેર 24 માર્ચ 2023ના 225 રૂપિયા પર હતા. હવે 23 જાન્યુઆરી 2024ા 1290 રૂપિયા પર પહોંચી ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news