જીયો પ્લેટફોર્મ બાદ રિલાયન્સ રિટેલમાં 7500 કરોડનું રોકાણ કરશે સિલ્વર લેક


રિલાયન્સ રિટેલે પોતાની નવી કોમર્શિયલ સ્ટ્રેટેજીના માધ્યમથી નાના અને અસંગઠિત વેપારીઓના ડિજિટલીકરણની શરૂઆત કરી છે અને આ વેપારીઓના 2 કરોડથી વધુ નેટવર્કનો વિસ્તાર કરવાની યોજના બનાવી છે. 
 

જીયો પ્લેટફોર્મ બાદ રિલાયન્સ રિટેલમાં 7500 કરોડનું રોકાણ કરશે સિલ્વર લેક

નવી દિલ્હીઃ Silver Lake Reliance Retail Ventures Limited (RRVL)મા 7500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેના બદલે કંપનીને રિલાયન્સ રિટેલમાં 1.75 ટકાની ભાગીદારી મળશે. આ માટે રિલાયન્સ રિટેલનું મૂલ્યાંકન 4.21 લાખ કરોડ રૂપિયા લગાવવામાં આવ્યું છે. આ રીતે સિલ્વર લેક રિલાયન્સ સમૂહની બે કંપનીઓમાં રોકાણ કરી ચુકી છે. 

Reliance Industries Limited ("Reliance Industries") અને Reliance Retail Ventures Limited ("RRVL")એ આજે તેની જાહેરાત કરી છે. સિલ્વર લેકે રિલાયન્સની ટેક કંપની જીયો પ્લેટફોર્મ્સમાં પણ રોકાણ કર્યું હતું. કંપનીએ આ વર્ષે જીયોમાં 10200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. 

મહત્વનું છે કે મુકેશ અંબાણીને લાંબા સમયથી રિટેલ માર્કેટમાં રોકાણકારોની જરૂર છે. હવે આ ડેવલોપમેન્ટ બાદ સિલ્વર લેક કંપની પ્રથમ રોકાણકાર બની ગઈ છે. આ જાહેરાત બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં લગભગ 1% ઉછાળ જોવા મળ્યો છે. RRVLની સહાયક કંપની રિલાયન્સ રિટેલ લિમિટેડ ભારતના સૌથી મોટા અને ઝડપથી વધી રહેલા છૂટક વેચારનું સંચાલન કરે છે, તેના દેશભરમાં આશરે 12,000 સ્ટોર છે. 

Gold Rate Today: સોનાના ભાવમાં તેજી, ચાંદીની ચમક વધી, જાણો શું છે આજની કિંમત  

રિલાયન્સ રિટેલે પોતાની નવી કોમર્શિયલ સ્ટ્રેટેજીના માધ્યમથી નાના અને અસંગઠિત વેપારીઓના ડિજિટલીકરણની શરૂઆત કરી છે અને આ વેપારીઓના 2 કરોડથી વધુ નેટવર્કનો વિસ્તાર કરવાની યોજના બનાવી છે. 

સિલ્વર લેકને વિશ્વમાં ટેક્નોલોજી સેક્ટરમાં સૌથી મોટી ઇન્વેસ્ટર માનવામાં આવે છે. હાલમાં રિલાયન્સ રિટેલે ફ્યૂચર ગ્રુપનું અધિગ્રહણ કર્યું હતું. કંપનીએ હાલમાં જીયોમાર્ટ પણ લોન્ચ કર્યું હતું જે ગ્રોસરી સેક્ટરનું ઓનલાઇન સ્ટોર છે. જીયોમાર્ટ પર દરરોજ આશરે 4 લાખ ઓર્ડર બુક થઈ રહ્યાં છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news