1 રૂપિયા કરતા પણ ઓછામાં મળતો હતો આ શેર, 60 હજાર રૂપિયા રોક્યા હોત તો કરોડપતિ બની જાત

Share Price: શેર માર્કેટમાં એવા અનેક શેર છે જેમણે ઓછા સમયમાં જબરદસ્ત રિટર્ન આપીને કમાલ કરી નાખ્યો છે. આ રિટર્નથી રોકાણકારોની મૂડીમાં પણ ખુબ વધારો જોવા મળ્યો છે. એવા પણ શેર છે જેમણે પોતાના રોકાણકારોને લોંગટર્મમાં મલટીબેગર રિટર્ન આપ્યું છે.

1 રૂપિયા કરતા પણ ઓછામાં મળતો હતો આ શેર, 60 હજાર રૂપિયા રોક્યા હોત તો કરોડપતિ બની જાત

Share Price: શેર માર્કેટમાં એવા અનેક શેર છે જેમણે ઓછા સમયમાં જબરદસ્ત રિટર્ન આપીને કમાલ કરી નાખ્યો છે. આ રિટર્નથી રોકાણકારોની મૂડીમાં પણ ખુબ વધારો જોવા મળ્યો છે. એવા પણ શેર છે જેમણે પોતાના રોકાણકારોને લોંગટર્મમાં મલટીબેગર રિટર્ન આપ્યું છે. આજે અમે એક એવા શેરની વાત કરીશું જેણે પોતાના રોકાણકારોને માલામાલ કરી દીધા. જાણો આ શેર વિશે...

આ શેર
આજે અમે જે શેરની વાત કરીશું તેનું નામ Master Trust છે. આ કંપનીના શેરે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના રોકાણકારોને બંપર રિટર્ન આપ્યું છે. જો કે એક સમય હતો કે જ્યારે આ કંપનીના શેરના ભાવ 1 રૂપિયાથી પણ કમ હતા પરંતુ આજે તેના ભાવ 300 રૂપિયા રૂપિયાને પણ પાર જઈ ચૂક્યો છે. 

શેરના ભાવ
11 જૂન 2004ના રોજ Master Trust ના શેરના ભાવ 53 પૈસા હતા. ત્યારબાદ શેરમાં તેજી આવી અને વર્ષ 2005માં શેરના  ભાવ 5 રૂપિયાને પાર પહોંચી ગયા. જયારે વર્ષ 2008માં શેરની કિંમત 140 રૂપિયાને પાર પહોચી ગઈ હતી પરંતુ ત્યારબાદ તેના ઘટાડો  થયો અને શેર વર્ષ 2009માં ફરી 11 રૂપિયાની પણ નીચે જતો રહ્યો. 

શેર પ્રાઈઝ
વર્ષ 2009થી વર્ષ 2021 સુધી શેરના ભાવ 11 રૂપિયાથી 50 રૂપિયા વચ્ચે જ ફરતો રહ્યો. જો કે વર્ષ 2021થી શેરે ગતિ પકડી અને વર્ષ 2022માં પણ તે ચાલુ રહી. આ સાથે જ વર્ષ 2023માં આ કંપનીના શેરે પોતાના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. મે 2023માં શેરના ભાવ લગભગ 150 રૂપિયાની આજુબાજુ હતા જે હવે 400 રૂપિયાની નજીક પહોંચી ગયા. 

કરોડપતિ થઈ જાત
Master Trust ના શેરે જુલાઈ 2023માં 300 રૂપિયાનો પોતાનો ઓલટાઈમ હાઈ અને 52 વીક હાઈ બનાવ્યો છે. કંપનાના 52 વીક લો 91 રૂપિયા છે. જ્યારે હાલ શેરના ભાવ લગભગ 330 રૂપિયાની નજીક ટ્રેડ થઈ રહ્યા છે. આવામાં જો કોઈએ વર્ષ 2004માં Master Trust ના એક લાખ શેર 60 પૈસામાં ખરીદ્યા હોત ત ોરોકાણકારોને 60 હજાર રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરવું પડ્યું હોત. જે હવે તે એક લાખ શેરની કિંમત 330 રૂપિયા પ્રમાણે 3.3 કરોડ રૂપિયા થઈ ચૂકી હોત. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news