ભારતીય શેરબજારમાં કડાકો, સેન્સેક્સમાં 268 તો નિફ્ટીમાં 98 પોઈન્ટનો ઘટાડો
ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો.
Trending Photos
મુંબઈઃ શેર બજારમાં બુધવારનો દિવસ ખરાબ રહ્યો હતો. બેન્કિંગ અને કેટલિક ઓટોમોબાઇલ કંપનીઓના શેરોમાં આવેલી નબળાઈથી 30 કંપનીઓના શેરો પર આધારિત સેન્સેક્સ ઇન્ડેક્સ 267.64 પોઈન્ટ (0.72%)ના ઘટાડા સાથે 37,060.37 પર બંધ થયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ની 50 કંપનીઓના શેરો પર આધારિત નિફ્ટી 98.30 પોઈન્ટ (0.89%) ઘટીને 10,918.70 પર બંધ થઈ હતી.
દિવસભરના કારોબારમાં સેન્સેક્સ 37,406.55ના ઉપરના સ્તર અને 37,022.52ના નિચલા સ્તરે પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટીએ 11,034.20નું ઉચ્ચ સપાટી અને 10,906.65ની નિચલી સપાટીએ પહોંચી હતી. બીએસઈ પર આઠ કંપનીઓના શેર લીલા તો 22 કંપનીઓના શેર લાલ નિશાન પર બંધ થયા હતા. તો એનએસઈ પર 11 કંપનીઓના શેર પર ખરીદી તથા 39 કંપનીઓના શેરોમાં વેચાણ નોંધાયુ હતું.
આ શેરોમાં તેજી
બીએસઈ પર હીરો મોટોકોર્ટના શેરોમાં સર્વાધિક 1.78 ટકા, ઇન્ફોસિસમાં 0.84 ટકા, ટેક મહિન્દ્રામાં 0.74 ટકા, હિન્દુસ્તાન યૂનિલીવરમાં 0.70 ટકા તથા બજાજ ઓટોના શેરોમાં 0.69 ટકાનો વધારો થયો હતો. તો એનએસઈ પર પણ હીરો મોટોકોર્પના શેરોમાં સર્વાધિક 1.64 ટકા, મારૂતિમાં 0.97 ટકા, ઇન્ફોસિસમાં 0.82 ટકા, ટેક મહિન્દ્રામાં 0.72 ટકા અને આયશર મોટર્સના શેર 0.53 ટકા વધ્યા હતા.
આ શેરોમાં થયો ઘટાડો
એનએસઈ પર ટાટા મોટર્સના શેરોમાં 9.29 ટકા, યસ બેન્કમાં 8.21 ટકા, ટાટા મોટર્સ ડીવીઆરમાં 8.01 ટકા, ટાટા સ્ટીલમાં 4.26 ટકા તથા ઓએનજીસીના શેરોમાં 3.12 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એનએસઈ પર ટાટા મોટર્સના શેરોમાં સર્વાધિક 9.57 ટકા, ઇન્ડિયાબુલ હાઇસિંગ ફાઇનાન્સમાં 8.94 ટકા, યસ બેન્કમાં 8.64 ટકા, ગ્રાસિમમાં 4.69 ટકા તથા ટાટા સ્ટીલના શેરોમાં 4.54 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે