સેન્સેક્સમાં 623.75 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 11 હજારના સ્તરની નીચે
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેર વાળો સેન્સેક્સ 173.25 પોઈન્ટના ઉછાળા 37,755.16 પર ખુલ્યો હતો તો નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી 29.75 પોઈન્ટના વધારા સાથે 11,139.40ના સ્તર પર કારોબારની શરૂઆત કરી હતી.
Trending Photos
મુંબઈઃ વૈશ્વિક કારણોને લીધે મંગળવારે શેર બજારમાં મોટો ઘટાડો થયો હતો. વૈશ્વિક કારણોને લીધે એચડીએફસી, એચડીએફસી બેન્ક, ઇન્ફોસિસ અને આઈટીસી જેવી મોટી કંપનીના શેરમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 623.75 પોઈન્ટના ઘટાડા સાથે 36958.16ના સ્તર પર બંધ થયો હતો. તો નિફ્ટી 183.80 પોઈન્ટના ઘટાડા સાથે 10928.85ના સ્તર પર બંધ થઈ હતી.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેર વાળો સેન્સેક્સ 173.25 પોઈન્ટના ઉછાળા 37,755.16 પર ખુલ્યો હતો તો નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી 29.75 પોઈન્ટના વધારા સાથે 11,139.40ના સ્તર પર કારોબારની શરૂઆત કરી હતી.
સેન્સેક્સ પર એચડીએફસી, એચડીએફસી બેન્ક, ઇન્ફોસિસ, મારૂતિ, ટેક મહિન્દ્રા, એલએન્ડટી અને આઈટીસી જેવી મોટી કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો હતો. બીજીતરફ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરે દાયકાની સૌથી મોટી છલાંબ લગાવી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સોમવારે પોતાને 18 મહિનામાં દેવા મુક્ત કરવા, તેલ અને રસાયણના કારોબારમાં 20 ટકાની ભાગીદારી સાઉદી અરબની કંપની અરામકોને વેચવા અને આવતા મહિનાથી જીયો ફાઇબર શરૂ કરવાની જાહેરાતને કારણે તેના શેરના ભાવમાં વધારો નોંધાયો હતો.
દેશની મુખ્ય શેર બજાર સોમવારે ઇદના તહેવાર પર બંધ હતી. આ પહેલા શુક્રવારે બજારમાં નિયમિત કામ થયું હતું. શુક્રવારે સેન્સેક્સ 254.55 પોઈન્ટની તેજી સાથે 37,581.91 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 77.20 પોઈન્ટના ઉછાળા સાથે 11,109.65 પર બંધ થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે