શેર બજારમાં આવી રોનક, Sensexમાં 193 પોઇન્ટનો વધારો, 30 પોઇન્ટ અપ નિફ્ટી
બુધવારની સવારે શેર માર્કેટ સારા વ્યાપારની સાથે ખુલ્યું અને સેન્સેક્સમાં 192 પોઇન્ટનો વધારો જોવા મળ્યો છે, આ સાથે સેન્સેક્સ 34,493.21ના સ્તર પર પહોંચી ગયો છે.
Trending Photos
નવી દિલ્હી: બુધવારનો દિવસ ભલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરી રહ્યો હોય, પરંતુ શેર માર્કેટના સારા સમાચાર મળી રહ્યા છે. બુધવારની સવારે શેર માર્કેટ સારા વ્યાપારની સાથે ખુલ્યું અને સેન્સેક્સમાં 192 પોઇન્ટનો વધારો જોવા મળ્યો છે, આ સાથે સેન્સેક્સ 34,493.21ના સ્તર પર પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી 30.60 પોઇન્ટના વધારા સાથે 10,331.65 પર પહોંચી ગયો છે.
બુધવારે જે કંપનીઓના શેરમાં તેજી જોવા મળી તેમાં બજાજ ફાઇનાન્સ (4.36 ટકા), અદાની પોર્ટ્સ (4.21), ઝીલ (4.58), VEDL અને DRREDDY (ડૉય રેડ્ડીઝ લેબ્રોટ્રીઝ લિમિટેડ) શામેલ છે. જે કપંનીઓના શેર ડૂબકી લગાવી તેમાં એશિયન પેન્ટ્સ, ટાઇટન, ટાટા મોટર્સ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ શામેલ છે.
જોકે મંગળવારે પણ શેર માર્કેટમાં શરૂઆતના સમયે તેજી જોવા મળી હતી. પરંતુ સાંજે બજાર બંધ થવાની સાથે સેન્સેક્સ 175 પોઇન્ટનો ઘટાડા સાથે બંધ થયો હતો. નિફ્ટીમાં 47 પોઇન્ટના ઘટાડો નોંધાયો હતો. ગઇકાલે સેન્સેક્સ 34,299.47 પોઇન્ટ પર બંધ થયો અને નિફ્ટી 10301.05 પર જઇને અટકી ગયો હતો.
ડીઝલના ભાવમાં વધારો
બુધવારે લોકોને પેટ્રોલના ભાવમાં રાહત મળી હતી. તેલ કંપનીઓએ પેટ્રોલના ભાવ વધાર્યા ન હતા, પરંતુ ડીઝલની કિંમતોમાં 25 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં ડીઝલ 24 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઇ 74.35 રૂપિયા થઇ ગયું છે. જ્યારે મુંબઇમાં 25 પૈસા પ્રતિ લીટર મોંઘૂ થઇ 77.93 રૂપિયાએ પહોંચી ગયું છે.
અમેરિકન ડોલર ઘટ્યો
બ્રિટનનો પાઉન્ડ મજબૂત થવાથી અમેરિકન ડોલરમાં ઘટાડો જોવા મળ્યો છે. ડોલર ઈન્ડેક્સ 0.10 ટકાનો ઘટાડાની સાથે 95.6676 પર રહ્યો છે. સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા મુજબ, ન્યૂયોર્ક ટ્રેડિંગમાં મંગળવારે યૂરો 1.1488 ડોલરની સામે વધીને 1.1497 પર રહ્યો છે. બ્રિટિશ પાઉન્ડ 1.3089 ડોલરની સામે વધીને 1.3146 ડોલર પર રહ્યો છે. ઓસ્ટ્રેલિયાન ડોલર 0.7078 ડોલરની સામે વધીને 0.7100 ડોલર પર રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે