SBI Gold Price: SBI માં મળે છે સાવ સસ્તુ સોનું! બજારથી ઓછી કિંમતે સોનું લેવા પડાપડી...

SBI Gold Price: દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇ (SBI) કરોડો ગ્રાહકો માટે એક ખાસ ઓફર લઈને આવી છે, જેમાં તમે સસ્તું સોનું ખરીદી શકો છો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી તમને ખાસ ઓફર મળી રહી છે.

SBI Gold Price: SBI માં મળે છે સાવ સસ્તુ સોનું! બજારથી ઓછી કિંમતે સોનું લેવા પડાપડી...

State Bank Of India: દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇ (SBI) કરોડો ગ્રાહકો માટે એક ખાસ ઓફર લઈને આવી છે, જેમાં તમે સસ્તું સોનું ખરીદી શકો છો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી તમને ખાસ ઓફર મળી રહી છે. તમે 6 માર્ચ એટલે કે આવતી કાલથી સસ્તું સોનું ખરીદી શકો છો. SBIએ આ વિશે ટ્વીટ કરીને જાણકારી આપી છે. આવો તમને જણાવીએ કે આ ઓફરમાં તમને 10 ગ્રામ સોનું કેટલા રૂપિયાનું મળશે.

SBIએ કર્યું ટ્વીટ-
સ્ટેટ બેંકે પોતાના ઓફિશિયલ ટ્વીટમાં લખ્યું છેકે સૉવરેન ગોલ્ડ બોન્ડ સાથે તમારા રોકાણ પર સુનિશ્ચિત રિટર્ન અને સુરક્ષા પ્રાપ્ત કરો. આ સાથે જ એસબીઆઈએ 6 કારણ જણાવ્યા છે કે કેમ તમારે સૉવરેન બૉન્ડમાં રૂપિયા લગાવવા જોઈએ. 

મળી રહ્યા છે 6 મોટા ફાયદા-
તમને એશ્યોર્ડ રિટર્નની સુવિધા મળશે. સૉવરેન ગોલ્ડ બૉન્ડના રોકારણકારોને દર વર્ષે 2.5%ના દરથી વ્યાજ મળશે. આ વ્યાજ છ માસીક આધાર પર મળશે.
કેપિટલ ગેન ટેક્સથી રાહત મળશે.
આ પ્રકારનના ગોલ્ડને સાચવીને રાખવાની કોઈ જરૂર નથી.
આ સાથે જ કોઈ પ્રકારનું GST અને મેકિંગ ચાર્જ પણ નહીં આપવો પડે.
ડાયરેક્ટ તમારા ડીમેટ એકાઉન્ટમાં આવી જશે SGB
લોનની સુવિધા માટે પણ કરી શકો છો ઉપયોગ

કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
આ યોજના અંતર્ગત સસ્તું સોનું 6થી 10 માર્ચ દરમિયાન ઉપલબ્ધ રહેશે. આના માટે ઈશ્યૂ પ્રાઈઝ 5,611 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવ્યું છે. 

ક્યાંથી ખરીદી શકો સૉવરેન ગોલ્ડ બોન્ડ-
સૉવરેન ગોલ્ડ બોન્ડ સ્મૉલ ફાઈનાન્સ બેંક અને પેમેન્ટ બેંકને બાદ કરતા તમામ બેંક, સ્ટૉક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SHCIL), નિર્ધારિત પોસ્ટ ઓફિસ માન્યતા પ્રાપ્ત કરેલા સ્ટોક એક્સચેન્જ (Stock Exchanges), નેશનલ સ્ટૉક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (BSE)થી ખરીદી શકાય છે. 

કેટલા વર્ષ બાદ મેચ્યોરિટી?
Sovereign Gold Bondની મેચ્યોરિટી 8 વર્ષની હોય છે. પરંતુ 5 વર્ષ બાદ વ્યાજની ચૂકવણી બાદ તમે આ સ્કીમમાંથી નીકળી શકો છો. સૉવરેન ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછું એક ગ્રામ સોના માટે રોકાણ કરવું જરૂરી છે. જરૂર પડવા પર રોકાણકારો સૉવરેન ગોલ્ડ બૉન્ડ પર લોન પણ લઈ શકે છે પરંતુ, ગોલ્ડ બૉન્ડને ગિરવી રાખવું પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news