આ બે મોટી બેંકોએ ઘટાડ્યું FD પર વ્યાજ, કોરોના કાળમાં આપ્યો ગ્રાહકોને આંચકો
દેશની બે મોટી બેંકોએ કોરોના વાયરસ (Coronavirus)ના સમયમાં એફડી ગ્રાહકોને મોટો આંચકો આપ્યો છે. બંને મોટી બેંકોએ વ્યાજદરમાં 0.20 ટકાથી માંડીને 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. ભારતીય સ્ટેટ બેંકે જ્યાં આજથી નવા એફડી દરને લાગૂ કરી દીધા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશની બે મોટી બેંકોએ કોરોના વાયરસ (Coronavirus)ના સમયમાં એફડી ગ્રાહકોને મોટો આંચકો આપ્યો છે. બંને મોટી બેંકોએ વ્યાજદરમાં 0.20 ટકાથી માંડીને 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. ભારતીય સ્ટેટ બેંકે જ્યાં આજથી નવા એફડી દરને લાગૂ કરી દીધા છે, તો બીજી તરફ ખાનગી ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંકે 11મેથી તેને લાગૂ કરી દીધા હતા.
સૌથી પહેલાં આપણે વાત કરીએ એસબીઆઇ (SBI) વિશે જેને પોતાના નવા વ્યાજ દરને આજથી લાગૂ કરી દીધા છે. હવે બેંક 7 દિવસથી માંડીને 45 ટકાના એફડી પર 3.3 ટકા, 46 દિવસ્થી 179 દિવસના એફડી પર 4.3 ટકા, 180 દિવસથી એક વર્ષના FD પર 4.8 ટકાનું વ્યાજ લાગશે. તો બીજી તરફ 1 વર્ષથી 3 વર્ષ પર 5.5 ટકાના દરથી વ્યાજ મળશે. જોકે 3 વર્ષથી માંડીને 10 વર્ષ સુધી એફડી પર 5.7 ટકા વ્યાજ દર પહેલાંની માફક જ મળતું રહેશું, કારણ કે બેંકે આ સમયગાળાની FDના વ્યાજ દરમાં કોઇ ફેરફાર કર્યો નથી.
વરિષ્ઠ નાગરિકોને મળશે અડધો ટકો વધુ વ્યાજ
બેંકના વરિષ્ઠ નાગરિકોને અડધો ટકો વધુ વ્યાજ મળશે. હવે વરિષ્ઠ નાગરિકોને બેંક 7 દિવસથી માંડીને 45 દિવસના એફડી પર 3.8 ટકા, 46 દિવસથી 179 દિવસના એફડી પર 4.8 ટકા, 180 દિવસથી એક વર્ષના એફડી પર 5.3 ટકાનો વ્યાજ દર રહેશે. તો બીજી તરફ 1 વર્ષથી 3 વર્ષની અવધિના એફડી પર 6 ટકા વ્યાજદર મળશે.
આઇસીઆઇસીઆઇ બેંક (ICICI Bank)એ એફડી રેટ્સમાં 50 આધાર અંકોના ઘટાડાની જાહેરાત કરી છે. ફિક્સ્ડ ડિપોઝિટ દરમાં આ ઘટાડાને 11મેથી લાગૂ પણ કરી દેવામાં આવ્યો છે. પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી બેંક આ ઘટાડા બાદ હવે 1 વર્ષ સુધી એફડી પર 5.25 ટકાના દરથી વ્યાજ મળશે. જ્યારે એક વર્ષથી વધુની એફડી પર આ દર 5.7-5.75 ટકાની આસપાસ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે