SBI ના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, ઘરે બેઠા બેન્કની આ સેવાઓનો ઉઠાવો લાભ

બેન્કની એવી અનેક સુવિધાઓ છે જે હવે ગ્રાહકોને ઘર પર જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

SBI ના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, ઘરે બેઠા બેન્કની આ સેવાઓનો ઉઠાવો લાભ

નવી દિલ્હી:  બેન્કની એવી અનેક સુવિધાઓ છે જે હવે ગ્રાહકોને ઘર પર જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ડોર સ્ટેપ બેન્કિંગ  (Doorstep Banking) ની સુવિધાની શરૂઆત થયા બાદથી નોન ફાઈનાન્શિયલ સર્વિસિઝ જેમ કે ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે માટે બેન્ક પોતે તમારા ઘરે આવે છે. આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે ભારતીય સ્ટેટ બેન્ક પણ આ પ્રકારની અનેક સુવિધાઓ પોતાના ગ્રાહકોને ઉપલબ્ધ કરાવે છે. જેમાં તેમણે બેન્ક જવાની જરૂર પડતી નથી. આવો જાણીએ આ સુવિધાઓ અંગે...

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટમાં અપાયેલી જાણકારી મુજબ બેન્ક તરફથી કેશ પિકઅપ, કેશ ડિલિવરી, ચેક રિસિવ કરવા, જીવન પ્રમાણપત્ર પિકઅપ,  KYC ડોક્યુમેન્ટનું પિકઅપ, ડ્રાફ્ટની જાણકારી, ફોર્મ-15નું પિકઅપ જેવી અનેક ડોરસ્ટેપ સુવિધાઓ મળે છે. 

ઘરે બેઠા મંગાવી શકો છો આટલી કેશ?
SBIના નિયમો મુજબ ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ 20,000 રૂપિયા સુધીની કેશ તમે ડોર સ્ટેપ પર મંગાવી શકો છો. આ માટે તમારે પહેલા કેશ વિથડ્રોઅલ માટે રિક્વેસ્ટ મોકલવી પડે છે. ત્યારબાદ બેન્કકર્મી તમારા એકાઉન્ટનું બેલેન્સ ચેક કરે છે. આવામાં જો એકાઉન્ટમાં  બેલેન્સ ઓછું કે ન હોય તો ટ્રાન્ઝેક્શન રિક્વેસ્ટ કેન્સલ કરી દેવાય છે. જો કે એકાઉન્ટમાં પૈસા હોય તો બેન્કકર્મી પોતે પૈસા લઈને તમારા ઘરે ડિલિવરી માટે આવે છે. 

શું છે આ ડોરસ્ટેપ બેન્કિંગ રિક્વેસ્ટ?
ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસ દ્વારા ગ્રાહકો ચેક જમા કરાવવા, પૈસા કાઢવા અને જમા કરાવવા, જીવન પ્રમાણપત્ર લેવા જેવી અનેક સુવિધાઓનો લાભ લઈ શકે છે. આ સર્વિસથી 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, દિવ્યાંગ, તથા અંધજન લોકો પોતાના ઘરે બેઠા બેન્કિંગ મેળવવામાં મદદ થઈ પડશે. ડોર સ્ટેપ સર્વિસ હેઠળ બેન્કના કર્મચારી તમારા ઘરે આવશે અને તમારા દસ્તાવેજ લઈ જઈને બેન્કમાં જમા કરી દેશે. 

આ લોકોને નથી મળતો Door Step Banking નો ફાયદો
1. જોઈન્ટ ખાતું ખોલાવનારા ગ્રાહકોને ડોર સ્ટેપ બેન્કિંગનો ફાયદો મળતો નથી.
2. માઈનર એકાઉન્ટવાળા ગ્રાહકોને પણ આ સુવિધાનો લાભ મળતો નથી.
3. નોન પર્સનલ એકાઉન્ટવાળા ગ્રાહકોને આ સુવિધા મળતી નથી. 

આ પ્રકારે શરૂ કરો Door Step Banking
આ સુવિધાનો લાભ લેવા માટે સૌથી પહેલા તમારે બેન્કની મોબાઈલ એપ્લિકેશન, વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ ઉપરાંત તમે વર્કિંગ ડેઝમાં ટોલ ફ્રી નંબર 1800111103 પર સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા વચ્ચે કોલ કરીને તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. SBI ડોર સ્ટેપ બેન્કિંગ સર્વિસિઝ અંગે વધુ ડિટેલ્સ માટે ગ્રાહકો https://bank.sbi/dsb પર વિઝિટ કરી શકે છે. અથવા તો તમે તમારી નજીકની એસબીઆઈ બ્રાન્ચમાં જઈને પણ સંપર્ક કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news