SBI ની જબરદસ્ત ગીફ્ટ: HOME LOAN થઇ સસ્તી, જાણો કેટલાનો થશે ફાયદો

લોકડાઉન ખુલવાની શરૂઆત વચ્ચે એક શાનદાર સમાચાર તમારા માટે આવ્યા છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ લોન પર લેવાનારા વ્યાજમાં એકવાર ફરીથી ઘટાડો કરી દીધો છે. સ્ટેટ બેંકે સોમવારે કહ્યું કે, તેઓ 10 જુનથી પોતાનાં કોષની સીમાંત ખર્ચ આધારિત વ્યાજ દર (MCLR) માં 0.25 ટકાનો ઘટાડો કરશે. 
SBI ની જબરદસ્ત ગીફ્ટ: HOME LOAN થઇ સસ્તી, જાણો કેટલાનો થશે ફાયદો

નવી દિલ્હી : લોકડાઉન ખુલવાની શરૂઆત વચ્ચે એક શાનદાર સમાચાર તમારા માટે આવ્યા છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ લોન પર લેવાનારા વ્યાજમાં એકવાર ફરીથી ઘટાડો કરી દીધો છે. સ્ટેટ બેંકે સોમવારે કહ્યું કે, તેઓ 10 જુનથી પોતાનાં કોષની સીમાંત ખર્ચ આધારિત વ્યાજ દર (MCLR) માં 0.25 ટકાનો ઘટાડો કરશે. 

આ પ્રકારે થશે તમારો ફાયદો
બેંકે અહી ચાલી રહેલી જાહેરાતમાં કહ્યું કે, એક વર્ષની અવધીની MCLR દરને 7.25 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દેવામાં આવી છે. બેંકની તરફથી સતત 13મી વખત એમસીએલઆ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સ્ટેટ બેંક ઇશરો પહેલા બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલી પ્રથમ વ્યાજ દર (ઇબીઆર)ની સાથે જ રેપો રેટ સાથે જોડાયેલા વ્યાજના દરમાં એક જુલાઇથી 0.40 ટકાના ઘટાડાની જાહેરાત કરી ચુક્યું છે. બેંકે ઇબીઆર દરને જ્યાં 7.05 ટકાથી ઘટાડીને 6.65 ટકાથી ઘટાડીને 6.25 ટકા કરી દીધું છે. 

બેંકની જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે, આ હિસાબે એમસીએલઆર દરથી જોડાયેલા હોમ લોનની સમાન માસિક કિસ્તની રકમમાં 421 રૂપિયાનો ઘટાડો આવશે. બીજી તરફ ઇબીઆર, આરએલએલઆ સાથે જોડાયેલી હોમ લોનનાં ઇએમઆઇમાં 660 રૂપિયાનો ઘટાડો આવશે. આ ગણના 30 વર્ષી અવધી 25 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર કરવામાં આવેલી છે. 

રિઝર્વ બેંકે 22 મેનાં રોજ રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કરીને તેને ચાર ટકાનો ઘટાડો કરી દીધો. ત્યાર બાદ જ સ્ટેટ બેંકનાં બાહ્ય માનકો સાથે જોડાયેલા લોનનાં વ્યાજ દર પર રેપો દર સાથે જોડાયેલી લોનનાં દરમાં ઘટાડો કર્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news