KVP Interest Rate: આ સરકારી યોજનામાં રોકાણની સારી તક, 115 મહિનામાં ડબલ થઈ જશે તમારા પૈસા
Small Saving Scheme Kisan Vikas Patra Interest Rate April-June 2023 નાની બચત યોજનાઓમાંથી એક કિસાન વિકાસ પત્રમાં એપ્રિલ મહિનાથી શાનદાર વ્યાજ મળી રહ્યું છે. સાથે મેચ્યોરિટીના સમયગાળામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Kisan Vikas Patra Interest Rate: નાની બચત યોજનાઓ હેઠળ આવનાર કિસાન વિકાસ પત્ર (KVP)માં રોકાણ કરવાનો સારો વિકલ્પ મળવાનો છે. સરકારે નાણાકીય વર્ષ 2023-2024ના પ્રથમ ક્વાર્ટરથી કિસાન વિકાસ પત્રના વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી છે. આ જાહેરાત હેઠળ વ્યાજદરમાં વધારા સિવાય, મેચ્યોરિટી પીરિયડમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તો આવો આ વિશે વિસ્તારથી જાણીએ.
વધી ગયું છે વ્યાજ
નવા અપડેટ બાદ કિસાન વિકાસ પત્રના રોકાણમાં મળનાર નવો વ્યાજદર 7.5 ટકા હશે, જે પહેલાં 7.2 ટકા હતો. તે જ સમયે, પાકતી મુદત વધારીને 115 મહિના કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે KVP સ્કીમ હેઠળ જમા કરવામાં આવેલા પૈસા હવે 115 મહિનામાં બમણા થઈ જશે. જ્યારે, અગાઉ તેની પાકતી મુદત 123 મહિના હતી. જણાવી દઈએ કે વધેલા વ્યાજ દર અને ઘટાડેલી પાકતી મુદતનો લાભ 30 જૂન સુધી મળવા જઈ રહ્યો છે.
1,000 રૂપિયાથી શરૂઆત કરો
કિસાન વિકાસ પત્રમાં રોકાણ માટે ઓછામાં ઓછી 1,000 રૂપિયા સુધીની રકમ નક્કી કરવામાં આવી છે. આમાં 50,000 રૂપિયાથી વધુનું રોકાણ પણ કરી શકાય છે. જોકે, આ માટે પાન કાર્ડ જરૂરી છે. રોકાણ પછી, રોકાણની રકમ સમાન પ્રમાણપત્રો જારી કરવામાં આવે છે. આ યોજનામાં રોકાણ કરવા માટે કોઈ ઉપલી મર્યાદા નથી.
આ લોકો લગાવી શકે છે પૈસા
કિસાન વિકાસ પત્રમાં રોકાણ માટે કોઈપણ વ્યસ્ક આ યોજનામાં પોતાનું ખાતું ખોલાવી શકે છે. સંયુક્ત ખાતું ખોલવા માટે ત્રણ વયસ્ક સાથે આવી શકે છે. સગીર માટે પણ આ યોજનામાં ખાતું ખોલી શકાય છે, 10 વર્ષથી મોટી ઉંમરનો સગીર આ યોજનામાં ખાતું ખોલી શકે છે.
જો તમે મેચ્યોરિટી પીરિયડ પહેલા યોજનાના પૈસા કાઢવા ઈચ્છો છો તો તે માટે પેનલ્ટી નક્કી કરવામાં આવી છે. આ પેનલ્ટી એક વર્ષ પહેલાં પૈસા કાઢવા પર છે. જો તમે એક વર્ષથી અઢી વર્ષ વચ્ચે પૈસા કાઢો છો તો પેનલ્ટી નથી લાગતી, પરંતુ વ્યાજ ઘટી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે